અવસર લોકશાહીનો.... બોટાદ જિલ્લામાં નવલી નવરાત્રીમાં મતદાર જાગૃતિ અભિયાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hmiueqvvffttfuiu/" left="-10"]

અવસર લોકશાહીનો…. બોટાદ જિલ્લામાં નવલી નવરાત્રીમાં મતદાર જાગૃતિ અભિયાન


નવરાત્રી દરમિયાન યુવા મતદારોને 100 ટકા મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા

બોટાદ જિલ્લામાં શાળાઓ અને કોલેજોમાં ઈતર અભ્યાસક્રમ પ્રવૃત્તિઓનાં ભાગરૂપે ચૂંટણી સબંધીત જાણકારી મુખ્ય પ્રવાહમાં લાવી ચૂંટણીમાં નવા મતદારોની સહભાગીતા વધારવાનાં ઉદ્દેશ સાથે સ્વીપ અંતર્ગત વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે નવરાત્રી દરમિયાન યુવા મતદારોને 100 ટકા મતદાન માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં યુવાનોની સહભાગીતા વધે અને મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે નવલી નવરાત્રીમાં મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બોટાદની વિવિધ શાળા અને કોલેજોમાં નવરાત્રી આયોજનના સ્થળ પર વિદ્યાર્થીઓએ વિવિધ બેનર સાથે રાખી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઈવીએમનું નિર્દશન, મતદાન શા માટે કરવું જોઈએ સહિતના વિષયો પર યુવા મતદારોને માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે.

ઉપરાંત મતદાર જાગૃતિ અભિયાન અન્વયે પોસ્ટકાર્ડ લેખન, નિબંધ-લેખન, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા તથા સિગ્નેચર કેમ્પેઈન જેવાં વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં છે. સાથોસાથ યુવા મતદારો પાસેથી મતદાન કરવા અને લોકશાહીના પર્વમાં જોડાવવા અંગેના શપથ લેવડાવવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]