જસદણ તાલુકાના વડોદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર લેવલ કલા મહાકુંભ સ્પર્ધામાં જળક્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hisyyzzjvtomqrqb/" left="-10"]

જસદણ તાલુકાના વડોદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર લેવલ કલા મહાકુંભ સ્પર્ધામાં જળક્યા


જસદણ તાલુકાના વડોદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર લેવલ કલા મહાકુંભ સ્પર્ધામાં જળક્યા

સૌરાષ્ટ્ર લેવલ કલા મહાકુંભ સ્પર્ધા 2023 પ્રથમ દિવસે ગરબા સ્પર્ધા પાલિતાણા મુકામે ઝોન લેવલ નું આયોજન થયેલ જેમાં કુલ 25 જેટલી ટિમોએ અલગ અલગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ હતું અને શ્રી વડોદ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ જોરદાર પરફોર્મન્સ કરી તૃતીય નંબર પ્રાપ્ત કરેલ. તેમજ બીજા દિવસે રાસ સ્પર્ધા હેમુગઢવી નાટ્યગૃહ મુકામે યોજેલ જેમાં 33 જેટલી ટીમોએ અલગ અલગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ તેમાં પણ શ્રી વડોદ પ્રાથમિક શાળાના ભૂલકાઓએ તૃતીય નંબર પ્રાપ્ત કરેલ હતો આ ભવ્ય વિજયનો તમામ યશ અને શ્રેય શાળાના બાળકોની મહેનત તેમજ માર્ગદર્શક શિક્ષક જીજ્ઞેશભાઈ ધોળકિયા તેમજ સતત મદદરૂપ શિક્ષક રમેશભાઈ મકવાણા પટેલ, કિરીટભાઈ, આશીષભાઈ ચાવડા, ડાભી હિમતભાઈ, ખુમાણ ભગુભાઈ અને ભરતભાઈ કાપડીએ ભારે ઉત્સાહ સાથે જેહમત ઉઠાવેલ.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]