યોગમય બનશે જૂનાગઢ: જિલ્લામાં ૧૮૦૦થી વધુ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hdjob8xip0pfkssz/" left="-10"]

યોગમય બનશે જૂનાગઢ: જિલ્લામાં ૧૮૦૦થી વધુ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી


યોગમય બનશે જૂનાગઢ: જિલ્લામાં ૧૮૦૦થી વધુ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા અને લોકો પોતાના જીવનમાં નિયમિતપણે યોગને અપનાવવા કલેક્ટર શ્રી રચિત રાજનો અનુરોધ

જિલ્લાના ઉપરકોટ, ગિરનાર પર્વત સહિત ૬ ઐતિહાસિક સ્થળોએ કરાશે યોગા: દિવ્યાંગો પણ કરશે યોગાભ્યાસ

જૂનાગઢ તા.૨૦ ભારતની આધ્યાત્મિક વિરાસતના હિસ્સા એવા યોગના ૮માં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં સહભાગી થવા અને લોકોને પોતાના રોજીંદા જીવનમાં નિયમિતપણે યોગને અપનાવવા માટે જૂનાગઢ જિલ્લાના નાગરિકોને વિશ્વ યોગ દિવસના પૂર્વે કલેક્ટર શ્રી રચિત રાજે અનુરોધ કર્યો હતો.

માધ્યમકર્મીઓ સાથે સંવાદ કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લામાં મોટા ફલક પર માનવતા માટે યોગાની થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૧૮૦૦થી વધુ સ્થળોએ યોગ અભ્યાસુઓ દ્વારા યોગા કરવામાં આવશે. જેમા જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અને શહેરનો બીએપીએસ શ્રી સ્વામિનાયણ મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના ૬ ઐતિહાયસિક સ્થોળએ યોગા કરવામાં આવશે. આ સ્થળોમાં ઉપરકોટ, દામોદરકુંડ, ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર, ખાપરા કોડિયા ગુફા, સાસણ ગીર, અને દેવળીયા પાર્ક ખાતે વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને યોગા કરવામાં આવશે. જિલ્લા કલક્ટરશ્રીની એક નવી પહેલરૂપે સ્પેશ્યલી એબલ્ડ એટલે કે, દિવ્યાંગ લોકોને પણ યોગા કાર્યક્રમમાં જોડવામાં આવશે.

કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, જિલ્લાના ૯ તાલુકા, ૭ નગરપાલિકા, ૨૮૭ આરોગ્ય કેન્દ્ર, ૧૨૭૮ શૈક્ષણિક સંસ્થાઓ, જૂનાગઢ શહેરના ૧૫ વોર્ડ, ૧૯ પોલીસ સ્ટેશન, પોલીસ હેડક્વાર્ટર અને જિલ્લા જેલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમનો વહેલી સવારે ૬ કલાકે પ્રારંભ થશે. જેમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સંબોધિત કરશે.

આધ્યામિક, ક્વોન્ટમ, મેન્ટલી, સોશિયલી અને ઈમોશનલી હેલ્થ માટે યોગા જરૂરી હોવાનુ જણાવતા કલેક્ટરશ્રીએ કહ્યુ કે, યોગ લોકોના જીવનમાં સંતુલન લાવે છે, સાથે જ તનાવ અને સેંકડો બિમારીઓથી દૂર રાખે છે. વિશ્વ યોગ દિવસના માધ્યમથી લોકો આત્મિક જોડાણ કેળવી એક હકાત્મક ઊર્જા સાથે મનાવતાનુ કલ્યાણ થાય તે દિશામાં આગળ વધવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ સાથે તેમણે આજે દૂનિયાભરના લોકો એલોપેથિ સારવારના શરીર પર થતા દુષ્પ્રભાવના કારણે ભારતની પુરાતન ચિકિત્સા પદ્ધતિ અને આયુર્વેદ તરફ વળી રહ્યાનુ ઉમેર્યું હતું.

આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એલ.બી. બાંભણીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, આસિસ્ટંટ કલેક્ટર શ્રી હનુલ ચૌધરી, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી હિતેશ દિહોરા અને મુદ્રિત અને વિજાણું માધ્યમના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ માહિતી બ્યુરો
અસ્વીનભાઈ સરધારા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]