સહારા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના ગરીબ અને મધ્યમ વર્ગના ૫૦ બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું _________________________ - At This Time

સહારા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના ગરીબ અને મધ્યમ વર્ગના ૫૦ બાળકોને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું _________________________


પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં વર્ષોથી એક માત્ર મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા ચલાવવામાં આવે છે આ કલાસમા અભ્યાસ અર્થે આવતાં તમામ જાતિના બાળકોને એક માત્ર મુસ્લિમ સમાજનો નામાંકિત શિક્ષકશ્રી ઈમરાન સાહેબ તમામ જાતિના વાડા મુકીને એક મેકની ભાવના સાથે આ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે અભ્યાસ અર્થે આવતાં 130 ઉપરાંત બાળકો હાલમાં શિક્ષણ લઈ રહ્યા છે.
આજ રોજ સાંજે ના સમયે શિક્ષણ થકુ બાળકો શિક્ષણથી વંચિત ન રહે અભ્યાસમાં આગળ વધે કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સહારા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના ૫૦ વિધાર્થીઓને નિઃશુલ્ક નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ, સ્થાનિક લોકો અને મહિલાઓએ આવા અતિશય ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને નોટબુક અને ચોપડાઓ વિતરણ વ્યવસ્થા કરી તે બદલ સહારા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.