ધાંગધ્રા શહેરમાં રીક્ષા પલ્ટી ખાઇ જતા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજયું. - At This Time

ધાંગધ્રા શહેરમાં રીક્ષા પલ્ટી ખાઇ જતા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજયું.


ધાંગધ્રા શહેરમાં ખાટકીવાડ વિસ્તારમાં રહેતા યુવાન છકડો રિક્ષા લઈને જતા દરમિયાન નગરપાલિકા ચોક પાસે છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતા ગંભીર રીતે ઘાયલ થઈ જતા ધાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ડોક્ટરે તપાસ કરતા યુવાનને મૃત જાહેર કરતા શોકનો માહોલ છવાયો હતો ધાંગધ્રા શહેરમાં રહેતા 35 વર્ષના યાસીનભાઈ મહમ્મદભાઈ ભટી છકડો રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે ગત રાત્રિના નગરપાલિકા ચોક પાસે રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં રીક્ષા પલટી મારતાં ગંભીર રીતે યાસીનભાઈ મહમ્મદભાઈ ભટી ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા દરમિયાન હાજર તબીબ દ્વારા રિક્ષાચાલકને મૃતક જાહેર કરતા ઘટનાની જાણ થતા ધાંગધ્રા સીટી પોલીસને કરવામાં આવી હતી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ડોડીયા હોસ્પિટલ ખાતે દોડી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

AT THIS TIME NEWS
UMESHBHAI BAVALIYA SURENDRANAGAR


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon