સિઝન સ્ટોરના સંચાલક પર પાઇપ તેમજ ગળામાં કટરના ઘા ઝીંક્યા - At This Time

સિઝન સ્ટોરના સંચાલક પર પાઇપ તેમજ ગળામાં કટરના ઘા ઝીંક્યા


કોઠારિયા રોડ, બ્રહ્માણી હોલ પાસે સ્ટોલ રાખવાના મુદ્દે હુમલો

ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢની પત્નીની ફરિયાદ પરથી 3 સામે ગુનો

શહેરના કોઠારિયા રોડ, બ્રહ્માણી હોલ પાસે સોમવારે સવારે રણુજાનગર-9માં રહેતા જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા ભરતસિંહ ગોહિલ નામના પ્રૌઢ પર અનિલ કરશન વઘાસિયા, ભાવેશ કરશન વઘાસિયા, કૃણાલ લાલજી વઘાસિયા નામના શખ્સોએ પાઇપથી હુમલો કર્યા બાદ પ્રૌઢના ગળામાં કટરના ઘા ઝીંકી ખૂની હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.