હર ઘર તિરંગા કાર્યક્રમ લોન્ચ થાય તે પહેલાં જ વિવાદ, શિક્ષણ સમિતિની સ્કૂલમાં ભારત માતાના ફોટામાં ભગવાના બદલે તિરંગા મુકવા કોંગ્રેસની માગણી - At This Time

હર ઘર તિરંગા કાર્યક્રમ લોન્ચ થાય તે પહેલાં જ વિવાદ, શિક્ષણ સમિતિની સ્કૂલમાં ભારત માતાના ફોટામાં ભગવાના બદલે તિરંગા મુકવા કોંગ્રેસની માગણી


- ભારત માતાના ફોટામાં આરએસએસનો ભગવા કલરનો ધ્વજ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, તેની જગ્યાએ રાષ્ટ્ર ધ્વજ મુકવાની માગણી સાથે વિરોધસુરત,તા.03 ઓગષ્ટ 2022,બુધવારસુરતમાં આવતી કાલે ગુજરાતના મુખ્યમંત્રી હર ઘર તિરંગા કાર્યક્રમ લોન્ચ કરી રહ્યાં છે તેની પૂર્વ સંઘ્યાએ કોગ્રેસે શિક્ષણ સમિતિની સ્કલમાં ભારત માતાના હાથમાં ધ્વજના લઈને વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સમિતિની સ્કૂલમાં જે ફોટા મુકાયા છે તેમાં ધ્વજ આરએસએસનો છે તેની જગ્યા ભારતનો રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ. શિક્ષણ સમિતિની દરેક સ્કુલમાં ભારત માતાની તસ્વીર મુકવામા આવી છે તેના કારણે હાલ કોંગ્રેસે વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસે મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, શિક્ષણ સમિતિની સ્કુલમાં ભારત માતાની તસ્વીર મુકી છે તેમાં ભારતનો તિરંગો હોવો જોઈએ. પરંતુ તેની જગ્યાએ આરએસએસનો ભગવા રંગનો ઝંડો મુકવામા આવ્યો છે તે ભારત માતાનું અપમાન છે. કોંગ્રેસે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની દરેક શાળામાં ભારત માતાનો ફોટો આપવામાં આવેલ છે, સમિતિના શાસકો દ્વારા ભારત માતાના હાથમાં દેશની આન-બાન અને શાન રાષ્ટ્ર ધ્વજ તિરંગાની જગ્યાએ RSSનો ભગવો ઝંડા વાળો ફોટો આપવામાં આવેલ છે.ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી ''આઝાદીકા અમૃત મહોત્સવ'' હેઠળ નકલી રાષ્ટ્રભકત દોરંગા ભાજપ શાસકો સ્વપ્રસિદ્ધિ માટે ''હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ભારત માતા અને રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આપને નમ્ર વિનંતિ છે કે દેશની આન-બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યે બાળકોમાં પણ આદર જળવાય રહે ભારત માતાના પૂર્ણ સ્વરૂપે દર્શન કરી શકે તે માટે તાત્કાલિક અસરથી તમામ શાળાઓમાં RSS ના ભગવા ઝંડા વાળા ફોટાની જગ્યાએ ભારત માતાના રાષ્ટ્ર ધ્વજ તિરંગા સાથેના ફોટા મુકવા જોઈએ. આ માગણી થતાં આગામી દિવસોમાં આ મુદ્દે મોટો વિવાદ થાય તેવી શક્યતા નકારી  શકાતી નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.