વડોદરા: થાઈલેન્ડના થર્ડ જેન્ડરને સ્પા સંચાલકે નોકરી પર રાખતા પોલીસ ફરિયાદ - At This Time

વડોદરા: થાઈલેન્ડના થર્ડ જેન્ડરને સ્પા સંચાલકે નોકરી પર રાખતા પોલીસ ફરિયાદ


વડોદરા,તા.03 ઓગષ્ટ 2022,બુધવારવડોદરા અલકાપુરી આર.સી. દત્ત રોડ પર આવેલ કોન્કાર્ડ બિલ્ડીંગમાં સ્પા ચલાવતા સંચાલકે પોતાના ત્યાં નોકરી કરતા થર્ડ જેન્ડરનો પાસપોર્ટ પૂરો થઈ ગયો હોવા છતાં પોતાને ત્યાં રાખી નોકરી આપતા વિદેશી કાયદાના ભંગ હેઠળ સ્પા સંચાલક, સ્પાની મહિલા મેનેજર તથા થાઈલેન્ડના થર્ડ જેન્ડર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, અલકાપુરી આર.સી. દત્ત રોડ પર આવેલ કોનકોડ બિલ્ડિંગમાં સમીર (રહે. 95, નુપલ સોસાયટી, વાસણા ભાયલી રોડ) સોલ્ટ સ્પાના નામથી કારોબાર ચલાવે છે. તેમને ત્યાં થાઈલેન્ડની એક થર્ડ જેન્ડર વ્યક્તિ કામ કરી રહી હતી. દરમિયાન વર્ષ 2019માં થર્ડ જેન્ડરનો પાસપોર્ટ પૂરો થઈ ગયો હતો. કોરોના દરમિયાન તેનો પાસપોર્ટ રીન્યુ થયો ન હતો. તમામ બાબત અંગે જરૂરી તપાસ કર્યા વિના સમીરે પોતાના સ્પામાં વિદેશી વ્યક્તિને રોકાણ તથા નોકરી આપી હતી. થાઈલેન્ડની વિદેશી વ્યક્તિ ચોક્કસ સમય દરમિયાન વિદેશ પરત ન ફરતા આ મામલે વિદેશ મંત્રાલય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મંત્રાલયની સૂચના હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કારાઈ હતી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, સમીર અને તેના સ્પાની મહિલા મેનેજર કદાચ આ તમામ બાબતની યોગ્ય પૂતતા કર્યા વિના અથવા માહિતગાર હોવા છતાં તેને ઓવર સ્ટે કરાવી પોતાને ત્યાં રાખી ઉક્ત બંને વ્યક્તિ તથા થાઈલેન્ડની થર્ડ જેન્ડર વ્યક્તિ વિરુદ્ધ વિદેશી કાયદાના ભંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આરોપીની અટકાયત કરાઈ છે અને કોરોના રિપોર્ટ બાદ તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.