બહેનોની ભાગીદારી ભાજપને પચતી નથી : જેનીબેન ઠુમ્‍મર - At This Time

બહેનોની ભાગીદારી ભાજપને પચતી નથી : જેનીબેન ઠુમ્‍મર


બહેનોની ભાગીદારી ભાજપને પચતી નથી : જેનીબેન ઠુમ્‍મર

પુર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા,પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ રાઠોડ,પ્રદેશ કોંગ્રેસ ના આગેવાન રાજભાઈ મહેતા,યુવક કોંગ્રેસ ના આગેવાન વિજયભાઈ બારૈયા,ગારીયાધાર ના પૂર્વ ઉમેદવાર પી.એમ.ખેની સાહેબ,મનુભાઈ ચાવડા, સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો જોડાયા હતા

મહુવા તાલુકાના તરેડ,બેલમપર, રાજાવદર,બોરડી,સેંદરડા,મોટા આસરાણા,બિલડી,અમૃતવેલ,ગુંદરણી,નેસવડ ના લોકોનો આર્શિવાદ મેળવતા :જેનીબેન ઠુમ્‍મર

અમરેલી,
અમરેલી સંસદીય મત વિસ્‍તાર અમરેલી જિલ્‍લો અને મહુવા-ગારીયાધાર વિસ્‍તારમાં કોંગ્રેસના શિક્ષત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરે આજે મહુવા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રવાસે હતા.
ત્‍યારે જેનીબેન ઠુમ્‍મરે જણાવ્‍યુ હતુ કે અમરેલી જિલ્‍લાની દિકરીને આપની સૌની દિકરી જેની ઠુમ્‍મરને જયારે કોંગ્રેસ પક્ષે ઉમેદવાર બનાવી છે .ત્‍યારે ભાજપના કેન્‍દ્ર થી લઈ અને સ્‍થાનિક નેતાઓ આ તમારી દિકરીની ઉમેદવારી રદ્ર કરાવવા માટે ભરપૂર પ્રયાસો કરે છે. એક તરફ દેશના વડાપ્રધાન બહેનોની ભાગીદારીની વાતો કરે છે. અને બિજી તરફ અમરેલી જિલ્‍લાની દિકરી તમારી સૌની દિકરી ચૂંટણી લડી રહી છે .ત્‍યારે તેમની ઉમેદવારી રદ કરાવવા માટે કાર્યરત છે. ત્‍યારે ભાજપની આ બે મોઢાની વાત મતદારો સમક્ષ ખુલ્‍લી પડી ચૂકી છે.
જે મિલકત ને લઈ ને મારી ઉમેદવારી રદ કરવાની ભાજપ માંગણી કરી રહૃાુ છે એ મિલકત અમે વર્ષો પહેલા વહેચી છે લેનાર વ્‍યકિતએ પોતાના નામે નથી કરાવી અને તેનો દસ્‍તાવેજ પણ રજુ કર્યા છે. તેમાં અમારી કોઈ જવાબદારી રહેતી નથી ત્‍યારે આવા ખોટા ઈશ્‍યુ ઉભા કરી અને તમારી સૌની દિકરી જેની ઠુમ્‍મરનું મનોબળ તોડવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઈશ્‍વર અને સત્‍ય અમારી સાથે છે.
આ સાથે તેમણે જણાવ્‍યુ કે હું લોકસભામાં જીતીશ ત્‍યારે જિલ્‍લાના દરેક તાલુકા મથકે લોક દરબાર યોજીશ જેના થકી જનતાનો સાક્ષાત્‍કાર કરવાનો મને અવસર મળે.
આપણે સૌ એ સાથે મળી અને મહુવા,ગારીયાધાર અને અમરેલી જિલ્‍લાના પ્રાણ પ્રશ્‍નો શિક્ષણ,આરોગ્‍ય,રોજગાર, રોડ-રસ્‍તા સહિતના પ્રશ્‍નોનો ઉકેલ આવે તેવો પ્રયાસ કરીશું આપ સૌ વડીલો ના આશિર્વાદ અને ખાસ કરીને મારી માતા બહેનોના આશીર્વાદ જોઈએ.
વધુમાં જેનીબેન ઠુમ્‍મરે જણાવ્‍યુ હતુ કે આ ઉપરાંત કેન્‍દ્રમાં ઈન્‍ડીયા ગઠબંધનની સરકાર આવશે તો રાહુલ ગાંધી એ નીચે મુજબની લોક ઉપયોગી યોજનાઓ લાગુ થશે જેમાં જેમાં યુવાનો માટે કેન્‍દ્ર સરકાર ના સરકારી વિભાગોમાં ૩૦ લાખ નોકરીઓની જગ્‍યા ખાલી છે. તે સરકાર આવતા તુરંત ભરવામાં આવશે.રપ વર્ષ ઓછી ઉમરના યુવાનો ગ્રેન્‍જયુએટ અને ડીપ્‍લોમાં ડીગ્રી ધારકોને એપ્રેન્‍ટીશ એકટ મુજબ ૧ વર્ષ સુધી રૂા. ૧ લાખ આપવામાં અવશે, અને અગ્નિપથ યોજનામાં ૪ વર્ષની નોકરી આપવામાં આવે છે. તે પુનઃ જુની પઘ્‍ધતી મુજબ કરવમાં આવે છે.સરકારી નોકરીઓમાં પેપર લીક થાય તેની સામે સખત કાયદો, ખેડૂતો : ખેડૂતો માટે જણસીના ભાવની મીનીમમ ગેરંટી એટલે એમ.એસ.પી.ની કાનુંની ગેરંટી,ખેડૂતોનું દેવા માફી,ખેડૂતોનું બિયારણ,દવા અને ખેતીના સંસાધનોમાં જી.એસ.ટી.માંથી મુકિત, બહેનો માટે : ગરીબ પરિવારની મુખ્‍ય બહેનને વાર્ષિક રૂ.૧ લાખ,અને સરકારી નોકરીમાં પ૦% આરક્ષણ, મજુરો માટે :-મનરેગા અંતર્ગત થતા રાહત કામોમાં રૂા.૪૦૦ સુધી રોજી કરવામાં આવશે.,જોમેટો,સ્‍વીગી,કુરીયર જેવી કંપનીમાં કામ કરવા વાળા લોકોને સામાજિક સુરક્ષા આપવામાં આવશે. અને રૂા.રપ લાખ સુધી આરોગ્‍ય સેવાઓ અને દવા આપવામાં આવશે.ન્‍યાય :આર્થિક અને જાતીગત જન સંખ્‍યા ગણના થશે.જલ-જંગલ-જમીન કાનૂની હક વન અધિકાર વાળા કાનુન ૧ વર્ષમાં ફેસલો,વન અધિકાર અધિનિયમ લાગુ કરવામાં આવશે.આદિવાસીત બહુમતિ વાળા વિસ્‍તારોમાં અધસિુચિત થાશે.
આ તકે જેનીબેન ઠુમ્‍મ્‍રે મહુવા તાલુકાના તરેડ,બેલમપર, રાજાવદર,બોરડી,સેંદરડા,મોટા આસરાણા,બિલડી,અમૃતવેલ,ગુંદરણી,નેસવડ ના લોકોનો આર્શિવાદ મેળવ્‍યા હતા. તેની સાથે પ્રવાસમાં,પુર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા,પાલીતાણા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ રાઠોડ,પ્રદેશ કોંગ્રેસ ના આગેવાન રાજભાઈ મહેતા,યુવક કોંગ્રેસ ના આગેવાન વિજયભાઈ બારૈયા,ગારીયાધાર ના પૂર્વ ઉમેદવાર પી.એમ.ખેની સાહેબ,મનુભાઈ ચાવડા,મહુવા શહેર કોંગ્રેસ પ્રમુખ મિલાભાઇ જોષી,તાલુકા કોંગ્રેસ પ્રમુખ વી.ડી.મકવાણા,જેસર તાલુકા પ્રમુખ કથડભાઇ ગોહિલ, નિલેશભાઈ સોલંકી,રમેશભાઈ વાઘ, પરેશભાઈ જિંગાળા છગનભાઈ નકુમ હરેશભાઈ તળાવિયા દેવાભાઈ ધીરુભાઈ મકવાણા ચાવડા રામસિંહ શારદુલભાઈ રોહિતભાઈ લાડુમોર મકાભાઇ ભરવાડ બબાભાઈ કલસરિયા રવજીભાઈ ભાલીયા ભવનભાઈ રાઠોડ ચશ્મા ભાઈ કાકલોદર મંગાભાઈ કબાટ સહિતના બહેનો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા


8200012906
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.