વન્યપ્રાણીઓના સોદાનું કૌભાંડ દીપડાના બચ્ચા સાથે બે ઝડપાયા. - At This Time

વન્યપ્રાણીઓના સોદાનું કૌભાંડ દીપડાના બચ્ચા સાથે બે ઝડપાયા.


વડોદરા નજીકના ઝઘડિયા વિસ્તારમાં આવેલા પાણેથા ખાતેથી ફોરેસ્ટ વિભાગ અને વડોદરાની જીવદયા સંસ્થાએ દરોડો પાડી વન્ય પ્રાણીના સોદા કરવાનું નેટવર્ક પકડયું છે. આ નેટવર્કના તાર બહારના દેશો સાથે સંકળાયેલા હોવાની શક્યતા જોવાઇ રહી છે. તેમણે પાણેથાના ગૌતમ સૂર્યકાન્તભાઇ પાદરીયાના મકાનમાં સર્ચ કરતાં દીપડાનું એક બચ્ચું મળી આવ્યું હતું. તપાસ દરમિયાન આ બચ્ચું લેવા માટે ગૌતમ પાદરીયા તેના મિત્ર હરેશ ઉર્ફે જલો અરવિંદભાઇ પાટણવાડિયાની સાથે બાઇક પર ગયો હતો. જેથી ફોરેસ્ટ વિભાગે બંનેની અટકાયત કરી હતી.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.