ઉપલેટા નામદાર કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી સજા, દંડ અને ચેકની રકમ ફરિયાદીને વળતર ચૂકવવા માટેનો હુકમ કર્યો - At This Time

ઉપલેટા નામદાર કોર્ટે ચેક રિટર્નના કેસમાં આરોપીને તકસીરવાન ઠેરવી સજા, દંડ અને ચેકની રકમ ફરિયાદીને વળતર ચૂકવવા માટેનો હુકમ કર્યો


ફરિયાદીના વકીલના પુરાવા, દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને પાંચ હજારનો દંડ અને નેવું હજાર વળતર ચૂકવવા કર્યો હુકમ

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૨૨ જુલાઈ ૨૦૨૩, ઉપલેટામાં રૂપિયા ૯૦,૦૦૦ ની રકમના ચેક રિટર્નના ચાલતા કેસની અંદર ઉપલેટા નામદાર કોર્ટે ચેક રિટર્નના કેસના આરોપીને તકસીરવાન ઠેરવી ફરિયાદીને ચેકની રકમ એટલે કે રૂપિયા ૯૦,૦૦૦ ફરિયાદીને વળતર ચૂકવવા માટેનો આદેશ કર્યો છે. આ સાથે જ ઉપલેટા કોર્ટે આ કેસના આરોપીને રૂપિયા ૫૦૦૦ નો દંડ પણ ફટકાર્યો છે અને એક વર્ષની સાદી કેદની સજાનો પણ ન્યાયિક હુકમ ફટકાર્યો છે.

આ પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટાના જાણીતા એડવોકેટ જીગ્નેશ ડી. ચંદ્રવાડીયાએ કેસની હકીકત જણાવેલ છે કે, ઉપલેટાના રહીશ જયદીપ ભૂપતભાઈ માંકડે તેના મીત્ર અને ઉપલેટા ગામના રહીશ કેવિન જગદીશભાઈ સોજીત્રાને ધંધાના વિકાસ માટે રૂપિયા નેવું હજાર જાન્યુઆરી ૨૦૨૧ માં હાથ ઉછીના આપેલ હતા જે રકમ ચુકવવા માટે કેવિન જગદીશભાઈ સોજિત્રાએ રાજકોટ નાગરિક સહકારી બેંકનો રૂપિયા નેવું હજારનો જૂન ૨૦૨૧ નો ચેક લખી આપેલ હતો જે બાદ ચેક ફરીયાદીએ વટાવવા માટે રજુ કરતા ચેક ફંડ–ઈનસફીયન્ટના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ ઉપલેટાના જાણીતા એડવોકેટ જીગ્નેશ ડી. ચંદ્રવાડીયા મારફત ઉપલેટાની કોર્ટેમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરી હતી.

આ કેસ ઉપલેટા મહે.જ્યું.મેજી.ફ.ક. ઉપલેટાના એ.એ.દવેની કોર્ટેમાં ફો.કેસ નં. ૨૬૪૨/૨૦૨૧ થી ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જીગ્નેશ ડી. ચંદ્રવાડીયાએ ફરીયાદના સમર્થનમાં રજુ રાખેલ પુરાવા ઉપરાંત સુપ્રીમ કોર્ટે તથા હાઈકોર્ટેના ચુકાદાઓને નામદાર કોર્ટે માન્ય રાખીને આરોપી કેવિન જગદીશભાઈ સોજીત્રાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રૂપિયા નેવું હજારની રકમનુ વળતર જયદીપ ભૂપતભાઈ માંકડને ચુકવવા હુકમ કરેલ છે આ સાથે આરોપીને કોર્ટે રૂપિયા પાંચ હજારનો દંડ પણ ફટકારેલ છે તથા જો આરોપી ચેકની રકમ ત્રણ માસમાં ચુકવે નહી તો વધારાની ત્રણ માસની સજાનો ન્યાયીક હુકમ ઉપલેટા નામદાર કોર્ટે ફરમાવેલ છે.

તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.