વિવેક શીખવે તે ધર્મ બાકી બધી અંધશ્રધ્ધા કથા મંડપ માં બેચે છે વ્યક્તિ માં નહિ દુનિયા ના દરેક દેવસ્થાન દુજા હૈ માં બાપ કી સેવા હી સબસે બડી પૂજા હૈ - At This Time

વિવેક શીખવે તે ધર્મ બાકી બધી અંધશ્રધ્ધા કથા મંડપ માં બેચે છે વ્યક્તિ માં નહિ દુનિયા ના દરેક દેવસ્થાન દુજા હૈ માં બાપ કી સેવા હી સબસે બડી પૂજા હૈ


ભણેલ ગણેલ પરિવાર માં દીકરી ની બલી આ કેવી રીતે શિક્ષિત ? ધર્મ કરતા પણ ચડિયાતો વિવેક શીખવે તે ધર્મ મોટા ભાગે ધર્મ ના નામે ધર્મ સાથે જોડી ને વિધિ વિધાન થી ચાલતી શ્રદ્ધા હોય કે  અંધશ્રદ્ધા પણ વિવેક વગર ચાલતા પ્રવાહ માં ચાલવું એ ઘેટાં બરાબર છે ૨૧ મી સદી માં પણ માનવ બલી કે પશુ બલી ચડાવવા નું અનર્થ ચાલતું રહે છે પણ કોઈ વક્તા કથાકાર ભુવા અધોરી જ્યોતિષી બાબા ઓ સ્વામી ઓ વિદ્વાન વ્યક્તિ ઓએ કોઈ પ્રતિક્રિયા ન આપી તેરી ભી છુપ મેરી ભી છુપ  જાગૃતિ માટે આગળ કેમ ન આવ્યા ?  માત્ર ભારત જનવિજ્ઞાન જાથા પ્રતિક્રિયા આપે ? જાથા સિવાય બધા શુ ભોથા છે ? વારંવાર અંધશ્રધ્ધા ના આવા બનાવો નિરંતર બનતા જ રહે છે માતાજી ના નામે પશુબલી હોય કે  રાશિ ભવિષ્ય સત્ય જ હોય તો રામ રાવણ કૃષ્ણ કંસ સીતા સુરપંખા ની રાશિ એકજ હતી શીતળા માતાજી ને આંખો ચડાવવા જતા શ્રધ્ધાળુ રસી શોધક ને ઓળખતા પણ નથી જેટલા કથાકાર વક્તા દેવ ચરિત્ર ગાઈ વગાડે છે તે વ્યક્તિ ઓ વાસ્તવિક સમસ્યા ગાઈ વગાડે તો ? રામભક્તિ કરતા રાષ્ટ્રભક્તિ શ્રેષ્ટ છે રાષ્ટ્ર ની સળગતી સમસ્યા છતાં ક્યાં કથા માં કોઈ રાષ્ટ્ર માટે  સેપ્ટર ખરું ? મંદિર બાંધવા કરતા જંળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર પવિત્ર શાસ્ત્ર પુરાણો માં દર્શવાય છે જરૂર આરોગ્ય ધામ સ્કૂલ કોલેજો અને દરેક ને ઉન્નત થવા ના અધિકાર વાળા સ્વંયમ વિવેક ની મોટા ભાગ ની કથા ઓ મંડપ માં બેચે છે વ્યક્તિ માં નહિ  કથા ત્યારે જ સાર્થક થશે જ્યારે કથા મંડપ માં નહિ પણ વ્યક્તિ માં બેચે પણ આવું ન કરે કારણ ઘણા ની દુકાનો બંધ થઈ જાય ને ? સંતસંહિતા માં સાધુ તો ચાલતા ભલા નો સદેશ આપે છે મઠ મઢાધીપતિ પ પૂ ધ ધુ ઓનો કેટલો વૈભવ ફાઈવ સ્ટાર હોટલો ને ટક્કર મારે તેવી કોમર્શિયલ દુકાનો જ છે ને ? એક આખું ગામ જેન વણીયા નું હોય અને અહિંસા પરમોધરમ થી જીવહિંસા ન કરવા ને માનનારું હોય એક હડકાયું કૂતરું થાય ગામ માં ૫૦ વ્યક્તિ ઓને કરડે અને ૫૦ વ્યક્તિ હડકાયા થાય ત્યાં સુધી અહિંસા પરમો ધરમ  કેવો ? ત્યાં વીરતા પરમો ધરમ ઘડી ના ચઠા ભાગ માં વીરતા પરમો ધરમ માની હડકાયા કૂતરા ને પતાવી દેવું જોઈ એ કારણ કે મનુષ્ય નું જીવન મૂલ્ય વાન છે સેલ્ફ ડિફેન્સ નું શીખવે તે ધર્મ ભીરુતા કાયર નહિ હા દરેક જીવાત્મા અન્ય જીવો પ્રત્યે જીવદયા કરુણા વાત્સલ્ય પરમાર્થ બરોબર છે પણ આત્મ રક્ષા થી મોટો કોઈ ધર્મ નથી સિંહ હરણ ને મારે તો એ પાપ અને પુણ્ય ની વૃત્તિ ઓથી પર છે પણ હરણ સિંહ ને મારે તો એ પકૃતિ માં આવેલ વિકૃતિ છે માસ ભક્ષી અને તૃણા ભક્ષી વચ્ચે નો ભેદ એ ઈશ્વરે નક્કી કરેલ વ્યવસ્થા છે તાજેતર માં સૌરાષ્ટ્ર સહિત કેરળ રાજ્ય માં અંધશ્રધ્ધા માં એમ ત્રણ દીકરી ઓની બલી ચડાવાય આ જઘન્ય અપરાધ માં ભારત જન વિજ્ઞાન જાથા સિવાય કોઈ એ છું કે ચા કરી નથી માત્ર આ સોશ્યલ મીડિયા માં ઓમ શાંતિ અને આ બનાવ ના આરોપી ઓને કડક સજા કરો ની કૉમેન્ટ સિવાય કંઈ ખરું બીજો આવો બનાવ બને ત્યાં સુધી માં આ બનાવી ભૂલી જવા નો આમાં થી કોઈ બોધ કે દાખલા રૂપ કાય ખરું ? ધર્મ ની આડ એની સેહ માં ચાલતી આવી અંધશ્રધ્ધા ત્યારે બંધ થશે જ્યારે પાંખડી ઓને પૂજવા નું બંધ થાય અને માં બાપ ની પૂજા થાય કારણ કે દુનિયા ની સૌથી શ્રેષ્ટ શાળા એટલે માં છે એટલે શિક્ષક ને પણ માસ્તર કહેવાય છે માં જેટલું સ્તર ધરાવતા માસ્તર ને પણ માં જેટલું સ્તર અપાયું છે
આપણે આચરણ વગર વખાણ કરી એ છીએ કે ચાણક્ય નીતિ બહુ સારી પણ માત્ર વાંચવા માટે જ આચરણ માટે નહીં રામ અવતાર ની વ્યવસ્થા સારી આપણે વર્તમાન માં જીવી એ છીએ અને દુનિયા નું શ્રેષ્ટ બંધારણ એટલે સંવિધાન બિન જરૂરી એક ઝાડ નું પાન પણ નહીં તોડવા ની વચનપૂર્તિ કમિટમેન્ટ પણ આચરણ ક્યાં ? સંવિધાન માં દર્શાવ્યા અનુછેદ નીતિ નિયમો નું ઉત્તમ આચરણ સૌથી મોટી ધાર્મિકતા છે

નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.