ભાવનગર લોકસભા આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રહેતાં જ કાર્યકરો ખુશ - At This Time

ભાવનગર લોકસભા આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રહેતાં જ કાર્યકરો ખુશ


ભાવનગર લોકસભા આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રહેતાં જ કાર્યકરો ખુશ

ભાવનગર લોકસભા બેઠકમાં ભાજપ દ્વારા ઇન્ડિયા ગઠબંધનનાં ઉમેદવાર ઉમેશ મકવાણાનાં ફોર્મમાં ઉઠાવવામાં આવેલી વાંધા અરજી મામલે આજરોજ ઉમેશ મકવાણા કલેકટર કચેરી ખાતે પોતાનો જવાબ રજૂ કરવા આવી પહોંચ્યા હતા.ઉમેશ મકવાણાની સાથે કોંગ્રેસનાં પ્રમુખ તેમજ કોંગ્રેસનાં ટેકેદારો અને આમ આદમી પાર્ટીનાં ટેકેદારો પણ આવી પહોચ્યા હતા.ભાજપની લીગલ કમિટી અને આપની લીગલ કમિટી સાથે બંનેના ટેકેદારો હાજર રહી ચૂંટણી અધિકારી સામે દલીલો કરી હતી.દલીલો બાદ અંતે આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ચૂંટણી ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.