ભાવનગર રેલ્વે ડિવિઝન ખાતે ડો. ભીમરાવ આંબેડકરનો 67મો "મહાપરિનિર્વાણ દિવસ" નું ઉજવણી કરવામાં આવી - At This Time

ભાવનગર રેલ્વે ડિવિઝન ખાતે ડો. ભીમરાવ આંબેડકરનો 67મો “મહાપરિનિર્વાણ દિવસ” નું ઉજવણી કરવામાં આવી


ભાવનગર રેલ્વે ડિવિઝન ખાતે ડો. ભીમરાવ આંબેડકરનો 67મો "મહાપરિનિર્વાણ દિવસ" નું ઉજવણી કરવામાં આવી

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાં ભારત રત્નથી સન્માનિત બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના 67માં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી. 6 ડિસેમ્બર 1956 ના રોજ બાબા સાહેબનું અવસાન થયું, જે દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સંદર્ભમાં, 06 ડિસેમ્બર, 2022 (મંગળવાર) ના રોજ, ભાવનગર મંડલ રેલ પ્રબંધક કચેરીમાં બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી મનોજ ગોયલ (ડિવિઝનલ રેલ્વે મેનેજર), શ્રી કૃષ્ણલાલ ભાટિયા (એડીશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર) સહિત ડીવીઝનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસના મીટીંગ હોલમાં અધિકારીઓ અને કર્મચારીઓએ બાબા સાહેબના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.