વિધાનસભાની સામાન્ય ચૂંટણી- 2022 - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gqqgvs865vkbzkco/" left="-10"]

વિધાનસભાની સામાન્ય ચૂંટણી- 2022


બોટાદ જિલ્લામાંથી 1,293થી વધુ પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરવામાં આવી

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના નિર્દેશ મુજબ આચારસંહિતા સમિતિની કાર્યવાહી

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર સતત એક્શન મોડમાં છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના નિર્દેશ મુજબ જિલ્લાના વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા સમિતિ કાર્યરત્ છે. બોટાદ જિલ્લામાં અત્યારસુધીમાં 1,293થી વધુ પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરવામાં આવી.

બોટાદ જિલ્લામાં અત્યારસુધીમાં સરકારી ઈમારતો પર લખાયેલા 527 લખાણ, 183 પોસ્ટરો, 327 બેનરો અને અન્ય 256 સામગ્રી દૂર કરવામાં આવી. ખાનગી ઈમારતો ઉપર 217 દિવાલ પરના લખાણો, 7 પોસ્ટરો, 18 બેનરો તેમજ 7 અન્ય પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી.

બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન મુજબ શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળો, સરકારી ઈમારતો તેમજ ખાનગી ઈમારતો પરથી સરકારી જાહેરાતો તથા રાજકીય લખાણોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની, દિવાલ પરના લખાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]