પીપળી 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ એપોતાની પ્રમાણિકતા બતાવી - At This Time

પીપળી 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ એપોતાની પ્રમાણિકતા બતાવી


પીપળી108 એમબુલેન્સ ના ઈએમટી અને પાઇલટે પોતાની પ્રમાણિકતા બતાવી માનવતા હજુ મરી નથી એનો દાખલો પૂરો પાડ્યો
તારીખ - 13/11/23 ના રોજ એક 48 વર્ષ ના એક વ્યક્તિ પોતાના દીકરાના લગ્ન માટે પોતાની જમીન વેચાણ ના અમુક રકમ લઈને ફેદરા થી પીપળી તરફ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા એવામાં એમણે અચાનક ચક્કર આવવા લાગ્યા અને બેભાન થઈ ગયા તો ત્યાં રસ્તે નીકળેલા રાહદારી એ મદદ કરી 108 એમબુલન્સ ને ફોન કરતાં પીપળી 108 ના ઈ એમ ટી નીતિનભાઈ અને પાયલોટ હરપાલસિંહ ઝાલા તાત્કાલિક ઘટના સ્થળ પર પોહચી દર્દીને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈગયા અને દર્દી ના 700000 (સાત લાખ) રૂપિયા તેમજ સોનાનો ચેન અને મોબાઈલ ફોન દર્દી ના સગા ને સોંપી પોતાની પ્રમાણિકતા સાબિત કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.