બ્રહ્માકુમારીઝ - બોટાદ સેવા કેન્દ્ર દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા નું સન્માન કરાયું - At This Time

બ્રહ્માકુમારીઝ – બોટાદ સેવા કેન્દ્ર દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા નું સન્માન કરાયું


*બ્રહ્માકુમારીઝ - બોટાદ સેવા કેન્દ્ર દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા નું સન્માન કરાયું

રાજયોગ અને માનવ મૂલ્ય નું ઊંચ શિક્ષણ અને આધ્યાત્મિક ધાર્મિક , સામાજિક જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય કે જે ૧૪૦ ઉપરાંત દેશોમાં હજારો સેવા કેન્દ્રો કાર્યરત છે. જે પૈકી બ્રહ્માકુમારીઝ બોટાદ સેવાકેન્દ્ર છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંત થી આધ્યાત્મિક અને રાજયોગ નું શિક્ષણ આપી રહયું છે.
તા.૧૫/૧૧/૨૩ ના રોજ બોટાદ સેવા કેન્દ્ર ખાતે કેન્દ્ર ના મુખ્ય સંચાલીકા બ્ર. કુ.નીતા બેન ની અધ્યક્ષતા માં ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત દ્વારા ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને મહા મહિમ શ્રીમતી આનંદીબેન પટેલ (રાજ્યપાલ ઉત્તર પ્રદેશ) ના વરદ હસ્તે બોટાદ જીલ્લા માટે પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ - ૨૦૨૩ પ્રાપ્ત કરનાર અને બોટાદ જિલ્લા નું ગૌરવ વધારનાર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા નું સન્માન શાલ બુકે અને સ્મૃતિ ભેટ આપી કરવામાં કરવામાં આવેલ. .આ કાર્યકમ માં મોટી સંખ્યામાં માં ભાઈ -બહેનો ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.