પ્રતિભાશાળી વિદ્યાર્થી શૈક્ષણિક પ્રવાસ વિંછીયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gpuwxvofbrknfvsc/" left="-10"]

પ્રતિભાશાળી વિદ્યાર્થી શૈક્ષણિક પ્રવાસ વિંછીયા


માન.જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સાહેબશ્રી સમગ્ર શિક્ષા, રાજકોટ અને બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી હિતેશભાઈ ખલ્યાણીના માર્ગદર્શન હેઠળ વિંછીયા તાલુકાની અલગ અલગ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોનું પ્રત્યક્ષ નિદર્શન માટે બીઆરસી ભવન વિંછીયા હેઠળ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 26 કન્યા અને 26 કુમાર સાથે માર્ગદર્શક શિક્ષક તરીકે એક અમરાપુર સી.આર.સી. કો ઓર્ડીનેટર, બે મહિલા શિક્ષક અને જોડાયા હતા.
પ્રવાસમાં જનાર બાળકો બીઆરસી ભવન ખાતે ભેગા થઈ બી.આર.સી.કો.શ્રી હિતેશભાઈના હસ્તે પ્રવાસને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ કાગવડ ખાતે આવેલ ખોડલધામ પહોંચ્યા હતા. માતાજીના દર્શન કરી બાળકોએ ચા-નાસ્તો કર્યો હતો. મંદિરમાં આવેલ બગીચાની સુંદરતા માણી હતી. જેમાં નવા નવા વૃક્ષોથી માહિતગાર થયા હતા. આજ સ્થળ પર આવેલ શક્તિવનમાં પણ ફર્યા હતા. ખોડળધમથી નજીકમાં આવેલ ખંભાલીડા ખાતે ચોથી સદીની બૌદ્ધ ગુફાઓ આવેલી છે જેમાં પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં બાળકો પણ બહુ જ ખુશ થયા હતા. જૂનાગઢ ખાતે વર્ષો પુરાણું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જોવા ગયા હતા. ત્યાં વિવિધ પક્ષીઓ, વિવિધ પાલતુ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ જળચર પ્રાણીઓને જોઈ બાળકો બહુ જ ખુશ થયા હતા. આનંદ સાથે ત્યાંથી ગોરક્ષનાથ બાપુના આશ્રમે ભોજન પ્રસાદી લીધી હતી. આશ્રમમાં શીતળતા અને નીરવતા જોવા મળી હતી. ત્યાં બધા જ ભક્તો શાંતિથી ભોજન પ્રસાદ લઈને પોતાના વાસણો જાતે જ સાફ કરીને યોગ્ય જગ્યાએ ગોઠવતા હતા તે જોઈને બાળકોમાં સામાજિકતાના ગુણનો વિકાસ થતો જોવા મળ્યો હતો. ભવનાથની તળેટીના દર્શન કરી ત્યાંથી બાળકોએ દામોદર કુંડ ખાતે તેમનું પૌરાણિક મહત્વ સમજી ત્યાં બધાએ જલપાન કર્યું. અશોક શિલાલેખ જે તે સમયના મહાન સમ્રાટ અશોકનો બોધપાઠ લખાયેલો છે તે સમજ્યા જેમાં બાળકો પણ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઉપરકોટ કિલ્લામાં પ્રવેશ મેળવી ત્યાં રાખેલા ગાઈડની મદદથી ઉપરકોટના કિલ્લાનો ઇતિહાસ બાળકોએ ખૂબ જ જીણવટ પૂર્વક સમજ્યો. અડી કડીની વાવ, નવઘણ કુવો, રાણકદેવી મહેલ, અનાજના ભંડાર, નવાબી તળાવ કે જેનું પાણી હાલ જૂનાગઢના લોકો પીવે છે તે એમ વિવિધ સ્થળો જોઈ ત્યાંથી રવાના થયા. જૂનાગઢ ખાતે આવેલ અદ્યતન વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા સાયન્સ મ્યુઝિયમમાં આવેલ વિવિધ પ્રયોગોનો જાતે જ પ્રયોગો કરી બાળકોએ આનંદ લીધો, સાથે સાથે 3d પિક્ચર અને તારા મંડળના શો પણ બાળકોએ જોઈ પુરા બ્રહ્માંડની માહિતી મેળવી. વિજ્ઞાનના પ્રયોગો જોયા બાદ દાતારના પર્વત પર વિલીંગ્ડન ડેમ વિલીંગ્ડન નામના અંગ્રેજ અફસર દ્વારા બનાવવામાં આવેલ હોય તેમના નામ પરથી તેમનું નામ વિલીંગ્ડન ડેમ રાખવામાં આવ્યું. બાળકોએ બારીકાઈથી જોયું અવલોકન કર્યું. સાથે સાથે સનસેટ પોઈન્ટનો પણ અનુભવ કર્યો. બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ હતો અને બાળકો ખૂબ જ ઉત્સુકતા સાથે વીરપુર જલારામ બાપાના દર્શન કરી જલારામ બાપાનો પ્રસાદ લઈ ત્યાંથી આગળ વધ્યા વચ્ચે વચ્ચે રસ્તામાં આવેલ દુકાનોમાંથી ખરીદી કરતા આગળ વધ્યા હતા. બાળકોને આઈસ સ્ક્રીમના કોન ખવડાવીને પરત આવવા રવાના થયા હતા.
આ પ્રવાસનું માઇક્રો પ્લાનિંગ મહેન્દ્રભાઈ વનાળીયા, ડેનિશભાઈ હિરપરા, મુકેશભાઈ, જનકભાઈ અને હિતેશભાઈ ખલ્યાણી દ્વારા કરવામાં આવ્યું હતું. નિર્વિઘ્ને પ્રવાસ ખુબ જ સરસ રહ્યો હતો. આ તબક્કે તમામ બાળકો, વાલીઓ, આચાર્યશ્રી, અમરાપુર સી.આર.સી. શ્રી ડેનિશભાઈ હિરપરા, નિપુણ ભારત બી.આર.પી. શ્રી મહેન્દ્રભાઈ, મહિલા શિક્ષિકાશ્રી અનિતાબેન, વર્ષાબેનને પ્રવાસ આયોજક બી.આર.સી. શ્રી હિતેશભાઈ ખલ્યાણી દ્વારા ખુબ ખુબ ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]