સોના-ચાંદીમાં મંદીને બ્રેક - At This Time

સોના-ચાંદીમાં મંદીને બ્રેક


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં  આજે સોનાના  ભાવ ઘટતા અટકી  ધીમા  સુધારા પર રહ્યા હતા.  જ્યારે  ચાંદીના ભાવમાં ઘટાડો આગળ  વધ્યો  હતો.  અણદાવાદ બજારમાં   સોનાના ભાવ  ઘટતા અટકી   શાંત  રહ્યા હતા.  અમદાવાદ  સોનાના ભાવ  ૧૦  ગ્રામના  ૯૯.૫૦ના  રૂ.૫૨૯૦૦  તથા ૯૯.૯૦ના  રૂ.૫૩૧૦૦ રહ્યા હતા.   અમદાવાદ ચાંદીના  ભાવ કિલોના  રૂ.૫૬૫૦૦ના મથાળે   ઘટતા અટકી   અથડાતા રહ્યા હતા.    દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ  ૧૮.૮૫ વાળા  ૧૯.૧૧ થઈ  ૧૮.૮૫થી ૧૮.૮૬  ડોલર રહ્યા હતા.વિશ્વ બજારમાં  આજે ક્રૂડતેલ ઉંચકાતાં તેની  અસર પણ વૈશ્વિક  સોનાના ભાવ  પર પોઝીટીવ   દેખાઈ  હતી.પ્લેટીનમના ભાવ  ઔંશના  જો કે ૮૭૪થી  ૮૭૫ વાલા   નીચામાં  ૮૬૭ થઈ  ૮૬૯થી ૮૭૦ ડોલર રહ્યા  હતા.  જ્યારે પેલેડીયમના  ભાવ ૨૦૧૦થી  ૨૦૧૧ વાળાી   ૧૯૮૩થી  ૧૯૮૪ થઈ લ૧૯૮૯થી  ૧૯૯૦  ડોલર રહ્યા હતા.   જો કે  વૈશ્વિક કોપરના  ભાવ આજે ૦.૬૩ ટકા   ઉંચકાયા હતા.     વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ   બેરલદીઠ   ન્યુયોર્ક  ક્રૂડના ૯૦.૪૨  વાળા વધી   ૯૨.૧૯  થઈ ૯૧.૯૩  ડોલર  રહ્યા હતા જ્યારે    બ્રેન્ટ ક્રૂડના ભાવ  ૯૬.૩૧  વાળા વધી  ૯૮.૦૫  થઈ ૯૭.૭૭ ડોલર રહ્યાના સમાચાર હતા. મુંબઈ  ઝવેરી બજારમાં  આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના  રૂ.૫૧૧૯૦ વાળા રૂ.૫૧૨૧૫  તથા ૯૯.૯૦ના રૂ.૫૧૩૯૬  વાળા રૂ.૫૧૪૨૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના  ભાવ જો કે જીએસટી વગર  રૂ.૫૫૧૧૦  વાલા ઘટી  રૂ.૫૪૮૨૯ થઈ રૂ.૫૫૦૦૦ રહ્યા હતા.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.