મેડિકલ કોલેઝ હિંમતનગર ખાતે પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી – સહસખી સંમેલન યોજાયું - At This Time

મેડિકલ કોલેઝ હિંમતનગર ખાતે પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી – સહસખી સંમેલન યોજાયું


મેડિકલ કોલેઝ હિંમતનગર ખાતે પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી – સહસખી સંમેલન યોજાયું
**************
પુર્ણા યોજના થકી કિશોરીઓ તેમના જીવનમાં સાચા અર્થમાં “પૂર્ણ” બને તેવો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સરકારે રાખ્યો છે.- રાજેન્દ્રસિંહજી ચાવડાના
*****************
સાબરકાંઠા જિલ્લામાં આઇ.સી.ડી.એસ કચેરી હિંમતનગર દ્વારા આયોજીત પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી-સહસખી સંમેલન ધારાસભ્યશ્રી હિંમતનગર રાજેન્દ્રસિંહજી ચાવડાના અધ્યક્ષસ્થાને મેડિકલ કોલેઝ હિંમતનગર ખાતે યોજાયું હતું. પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ ના જતી કિશોરીઓને માટે પોષણ અને આરોગ્ય સ્થળ, જીવન કૌશલ્ય તાલીમ, વ્યવસાયિક તાલીમ અને તેઓ પોતાનો વિકાસ જાતે કરી શકે તે રીતે તેને તૈયાર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા પૂર્ણા યોજના અમલી બનાવવામાં આવી છે. પૂર્ણા યોજના થકી આંગણવાડી કેન્દ્ર મારફત ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને પૂર્ણા શક્તિના ચાર પેકેટ મહિનામાં એક વખત ચોથા મંગળવારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો મારફતે આપવામાં આવે છે.જેમાંથી દૈનિક ૧૪૫ ગ્રામમાંથી ૬૪૫ કેલરી અને ૧૯.૫ ગ્રામ પ્રોટીન મળી રહે છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહજી ચાવડાએ જણાવ્યું હતુ કે આજના આ વર્તમાન સમયમાં પૂર્ણા યોજના જેવી અનેક યોજનાઓ થકી ગુજરાતની દિકરીઓ તંદુરસ્ત બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. કિશોરીઓ તેમનામાં નેતૃત્વની ભાવના તેમજ સમાજમાં સ્વની ઓળખ ઊભી કરે તે માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે પૂર્ણા યોજના થકી ગુજરાતની કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા, ઓછું વજન જેવી વિવિધ પરિસ્થિતિમાં ઘટાડો લાવવા તેમજ આ યોજના થકી કિશોરીઓ તેમના જીવનમાં સાચા અર્થમાં પૂર્ણ બને તેવા મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સરકારે રાખ્યો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી દ્વારા ૧૪૦ કિશોરીઓને ટીફિન બોક્ષ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આરોગ્ય ટીમ દ્વારા ૧૪૦ જેટલી કિશોરીઓનો વજન, ઊંચાઇ તેમજ હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓ અને કિશોરીઓને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન નંબરની માહિતી આપવામાં આવી હતી.
આ સંબેલનમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી રેખાબેન આર.ઝાલા, જિલ્લા દહેજ સંરક્ષણ અધિકારી મેઘાબેન, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદચંદ્ર એસ.પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી યતિનાબેન એન.મોદી, જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેઝ ડીનશ્રી ડો.રાજીવ દેવેશ્વર, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી નીલાબેન, ITI હિંમતનગરના પ્રીન્સિપાલ શ્રી આર.જી.પુરોહિત, સી.ડી.પી.ઓ ઘટક ૧ અને ૩ શ્રી અલ્કાબેન પટેલ, સી.ડી.પી.ઓ ઘટક ૨ શ્રી અલ્પાબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.