બરવાળા ના રામપરામાં કાકા ની હત્યાના કેસમાં ભત્રીજા નો છુટકારો - At This Time

બરવાળા ના રામપરામાં કાકા ની હત્યાના કેસમાં ભત્રીજા નો છુટકારો


ફરિયાદની હકીકત અને બનાવ હકીકત સુસંગત ન હોવાનો ચૂકાદો બરવાળા તાલુકાના રામપરા ગામે તારીખ 18 10 2019 એ વિક્રમભાઈ નારસંગભાઇ ઠોલીયાની હત્યા થઈ હતી આ બનાવ અંગે મરનાર વિક્રમભાઈ ના પત્ની સુનીતાબેને બરવાળા પોલીસ સ્ટેશનમાં વિક્રમભાઈ ના સગા ભત્રીજા સંજય રમેશભાઈ ઠોલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હત્યાના કારણમાં મરનારના આરોપીની પત્ની સાથે આડા સંબંધોને દર્શાવવામાં આવ્યા હતા તે બાબતનો કેસ બોટાદના હેમાંગ આર રાવલની સસેન્સ કોર્ટમાં ચાલતો હતો આ બનાવ અંગે મરણજનારના પત્ની સુનિતાબેને ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 18 10 2019 એ ફરિયાદી મંજૂરી એથી ઘરે આવતા ત્યારે ઘર પાસે લોકો ભેગા થયા હતા દરમિયાન દરમિયાન ફરિયાદીએ જોયું હતું કે તેમના પતિ લોહી લુહાણ હાલતમાં પડેલા હતા અને તેમનો ભત્રીજો લોહીવાળી છરી લઈ ગાળો બોલતો તેના ઘર તરફ જતો હતો આ બાબતે તેઓએ તેમના પતિને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આપણા સંજયે તેમને પોતાની પત્ની સાથે આડા સંબંધ છે એમ કહી છરી મારી હતી. બાદમાં પતિને બરવાળા સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન પતિનું મોત થયું હતું. આ બાબતે આઈપીસી મુજબ ગુનો નોંધાયો હતો આ કેસમાં ફરિયાદી સુમિતાબેન નો પુરાવો વિરોધાભાસી હોય તેને શંકાથી પર માનવામાં આવેલ નહીં તેમજ અન્ય મહત્વના સાહેદોએ ફરિયાદ હકીકત અને બનાવ હકીકતને સુસંગત જણાવી નહીં આમ સરકાર દ્વારા રજૂ થયેલા સાહીદો તેમજ બચાવ પક્ષના સાહેદોની ઉલટ તપાસનુ મુલાયંકત કરતા વિરોધાભાસી નિવેદન નો તેમજ અન્ય સંજોગોને ના કાફી માની કોટ આરોપીને તારીખ 21 માર્ચે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.