બરવાળામાં ખોટી અરજી કરવા બાબતે પિતા પુત્રને મારી નાખવાની ધમકી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી - At This Time

બરવાળામાં ખોટી અરજી કરવા બાબતે પિતા પુત્રને મારી નાખવાની ધમકી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી


બરવાળામાં ખોટી અરજી કર્યા થી દાજ રાખી યુવકને મૂઢ માંર મારી તેમજ યુવક અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બરવાળામાં આંબેડકર નગર અવિનાશ કોલોનીમાં રહેતા કાંતિભાઈ આલજીભાઈ મુંધવા તારીખ: ૧૯/૩/૨૦૨૪ ની રાત્રિના 10:30 કલાકે ઘરે હાજર હતા તે સમયે તેમનો પુત્ર મયુર ઇજાગ્રસ્ત હાલતમાં અમદાવાદથી ઘરે આવ્યો હતો જેથી કાંતિભાઈએ આવી ઇજાઓ બાબતે પૂછપરછ કરતા મયુરે જણાવ્યું હતું કે અમદાવાદથી ઘરે આવતા સમયે બરવાળા ખોડીયાર મંદિર પાસે બસમાંથી નીચે ઉતર્યો ત્યારે બરવાળા નો જ મુકેશ મોતીભાઈ સોલંકી ત્યાં ઉભો હતો અને તેને મને કહ્યું હતું કે તું મારા ભાઈ ડુંગરભાઈ સોલંકી ઉપર કેમ ખોટી અરજીઓ કરે છે તેમ કહી ઉશ્કેરાઈને ઢીકા પાટુનો માર મારવા લાગ્યો હતો તે સમયે આજુબાજુના માણસોએ આવી મને વધુ મારથી બચાવ્યો હતો તેમ મયુરે જણાવ્યું હતું. ત્યારબાદ થોડા સમય બાદ આ મુકેશ મોતીભાઈ સોલંકી ડુંગર મોતીભાઈ સોલંકી કૃણાલ ડુંગરભાઇ સોલંકી અજય ડુંગરભાઇ સોલંકી લાકડી લોખંડનો પાઈપ તલવાર અને ધાર્યા જેવા હથિયારો સાથે કાંતિભાઈ ના ઘરે આવ્યા હતા જ્યાં આ મૂકેશે કાંતિભાઈ ને જણાવ્યું હતું કે તારા દીકરા મયુર ને ઘરમાંથી બહાર કાઢો એ અમારા ઉપર ખોટી અરજીઓ કરે છે આજ તો માર મારી પતાવી દેવાનો છે તેમ કહી તમામ શખ્સ પિતા પુત્રને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા તે સમયે કાંતિભાઈ નો મોટો પુત્ર પંકજ અને તેની પત્ની હંસાબેન આવી જતા આ તમામ શખ્સ કાંતિભાઈ અને મયુર ને મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા બંને પક્ષો એક જ સમાજના હોવાથી બંને પક્ષોને સમાધાન ન થતા કાંતિભાઈ લાલજીભાઈ મુંધવા એ બરવાળા પોલીસ સ્ટેશનમાં મુકેશ મોતીભાઈ સોલંકી ડુંગર મોતીભાઈ સોલંકી કૃણાલ ડુંગરભાઇ સોલંકી અજય ડુંગરભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.