*શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નંબર 88 અને શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 22 ની સફળતા પૂર્વક ઉજવણી* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gkzbnzo40dyay0hj/" left="-10"]

*શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નંબર 88 અને શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 22 ની સફળતા પૂર્વક ઉજવણી*


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત શાળા નંબર 88 અને શ્રી વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93 માં પહેલા જ દિવસે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અધ્યક્ષ શ્રી મહેશસિંઘ સાહેબ ( મેમ્બર સેક્રેટરી, GEC ગુજરાત ઇકોલોજી કમિશન, ઉદ્યોગ ભવન) ગાંધીનગરથી પધાર્યા હતા. આ ઉપરાંત મુખ્ય મહેમાન શ્રી જાગૃતિબેન ભાણવડીયા( નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સદસ્યશ્રી ), આ ઉપરાંત લલીતભાઈ વાડોલીયા (બક્ષીપંચ મોરચાના પ્રમુખ),શ્રી કિશનભાઈ ટીલવા (પ્રમુખશ્રી યુવા મોરચા) ભરતભાઈ શિંગાળા( પ્રમુખશ્રી કિસાન મોરચો), વોર્ડ નંબર 11 નાં કોર્પોરેટર્સ શ્રી રણજીતભાઈ સાગઠીયા, શ્રી ભારતીબેન પાડલીયા, શ્રી વિનોદ ભાઈ સોરઠીયા, ઉપરાંત વોર્ડ નંબર 11 ના મહામંત્રી શ્રી સંજયભાઈ બોરીચા અને હરસુખભાઈ માકડીયા પણ હાજર રહ્યા હતા. રાજકોટ કોર્પોરેશનનાં એડિશનલ એન્જિનિયર એચ.એમ કોટક સાહેબ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રમણીકભાઈ મણવર અને આ શાળા પ્રવેશોત્સવમાં શાળાને લોક ફાળો આપનાર દાતાશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા નંબર 88 અને શાળા નંબર 93 ના એસએમસી કમીટી ના તમામ સદસ્યો અને અધ્યક્ષશ્રી ઓ પણ હાજર રહ્યા હતા. બહોળી સંખ્યામાં વાલીઓ પણ હાજર હતા. અને બંને શાળાના ધોરણ ૧૧૨ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત આસપાસની આંગણવાડીના બાળકોને પ્રવેશ પણ બાળકોને કીટ આપીને કરવામાં આવ્યું. પહેલા ધોરણમાં જે બાળક પ્રવેશ પામનાર બાળકો ને દફ્તર, વોટર બેગ , કંપાસ બોક્સ, લંચ બોક્સ, સ્ટેશનરી કીટ તથા હેલ્થ કીટ આપવામાં આવી . પ્રવેશોત્સવ દરમિયાન શાળાના ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા પહેલો , બીજો, ત્રીજો નંબર લાવનાર વિધાર્થીઓને સુંદર ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ઉપરાંત શાળા નંબર 93 ના એન .એમ . એમ. એસ ની પરીક્ષા માં અને પીએસસી ની પરીક્ષા માં ઉત્તીર્ણ થનાર અને મેરીટ માં આવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન ઈનામ આપીને કરવામાં આવ્યું . મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. શાળા નંબર 88 ની બાળાઓ દ્વારા મનુષ્ય તુ બડા મહાન એ નો અભિનય ગીત કરવામાં આવ્યું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળા નંબર ૯૩ના આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. શાળાને દાન આપનાર દાતાઓનું સન્માન શાલ ઓઢાડીને કરવામાં આવ્યું શાળા નંબર 93 ના બે વિદ્યાર્થીનીઓ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અને કોરોના સમયમાં રાખવાની કાળજી વિશે વક્તવ્ય અપાયુ.મહેમાનશ્રી મહેશસિંઘ સાહેબ તથા જાગૃતિબેન ભાણવડીયા એ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.. સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન શાળા નંબર ૯૩ની વિદ્યાર્થીની ડોબરીયા મિસરી અને સોલંકી જયની દ્વારા કરવામાં આવ્યું. અને આભાર શાળા નંબર 88 ના હંસાબેન ગોધાણી દ્વારા કરવામાં આવી. સી.આર.સી સાહેબ શ્રી પ્રકાશભાઈ ચાવડા ચિરાગભાઈ વાસદડિયા અને પિયુષભાઇ પરમારે સતત સંકલન કરીને પ્રવેશ ઉત્સવને સફળ બનાવવામાં મદદ કરી હતી બન્ને શાળાનાં તમામ શિક્ષકોએ પણ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત ગાંધીનગરથી પધારેલા સાહેબશ્રી એ તમામ એસ.એમ.સી સભ્યો સાથે અને શાળાના તમામ શિક્ષકો સાથે મિટિંગ કરી અને શાળાના શિક્ષણ કાર્ય અને શાળામાં થતી પ્રવૃત્તિ અંગેની સમીક્ષા કરી હતી. રાજ્યકક્ષાના મહેમાનશ્રી મહેશ સિંઘ સાહેબશ્રી એ શાળામાં થતી પ્રવૃતિઓને બિરદાવી હતી. અને તમામ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ ને શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર અમૃત રાઠોડ રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]