બાવળાના ગાંગડ માં શાળામાં કન્યા પ્રવેશાત્સવ 2022 નુ આયોજન કરવામાં આવ્યું - At This Time

બાવળાના ગાંગડ માં શાળામાં કન્યા પ્રવેશાત્સવ 2022 નુ આયોજન કરવામાં આવ્યું


બાવળા તાલુકાના ગાંગડ ખાતેજીવન શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રેવશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં સચિવ કે. એચ. પાઠક(ખાણ અને ઉદ્યોગ ), TPEO બાવળા પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ ,CRCકો.ઓ. વિક્રમસિંહ મંડોરા ,ગાંગડ ગામના સરપંચ લાલજીભાઈ, ઉપસરપંચ અમજતખાન, ગ્રામ પંચાયત સદસ્ય અજયપાલસિંહ વાઘેલા,જીલ્લા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ સોઢા,દિલીપસિંહ સિસોદીયા( પ્રમુખ સિસોદીયા રાજપૂત સમાજ),કરણસિંહ શકતાવત(રામેશ્ચર ઉદ્યોગ), smc મંગળસિંહ વાઘેલા,માજીસરપંચ ભીખુભાઇ મકવાણા, પ્રવીણભાઈ જાદવ ,આચાર્યશ્રી મનોજભાઇ રાણા તથા શિક્ષકગણ તેમજ ગામનાં વડીલો યુવાનો ભાઈઓ - બહેનો હજરી આપી હતી.
કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
આંગણવાડી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કરવા માં આવ્યું.
શાળા પ્રવેશોત્સવને પણ પર્યાવરણ વિશે ની અવનેસ કેળવાય તે હેતુસર અને ''છોડ મા રણછોડ '' જોવાની દ્રષ્ટિ નાના બાળકોમા બાળપણથી કેળવાય તે હેતુસર કાર્ય ની સિદ્ધિના ભાગ રૂપે શાળા ના પટાંગણમાં અધિકારીશ્રી ના હસ્તે વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ : મુકેશ ઘલાવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.