લમ્પીગ્રસ્ત ગાયે દૂધ આપવાનુઁં ઓછું કર્યું; ડેરીમાં 1.50 લાખ લિટર આવક ઘટી જેથી ભેળસેળ વધી, મનપાએ 8 સ્થળેથી લીધેલા નમૂના ફેલ - At This Time

લમ્પીગ્રસ્ત ગાયે દૂધ આપવાનુઁં ઓછું કર્યું; ડેરીમાં 1.50 લાખ લિટર આવક ઘટી જેથી ભેળસેળ વધી, મનપાએ 8 સ્થળેથી લીધેલા નમૂના ફેલ


પશુપાલકો ખાનગી ડોક્ટર પાસેથી સારવાર લેવા મજબૂર, લમ્પી વાઇરસમાંથી બચેલી ગાયમાં દોઢ મહિના બાદ પણ હજુ નબળાઈ, ખોરાક પણ 50 ટકા ઘટી ગયો.

રાજકોટ શહેર અને જિલ્લામાં ગાયોમાં લમ્પી વાઇરસનું પ્રમાણ વધી રહ્યું છે. જોકે એક બાજુ તંત્ર સબસલામત હોવાના દાવો કરી રહ્યો છે. ત્યારે પશુમાલિકોને તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના પશુમાલિકો જેની ગાય લમ્પી વાઇરસનો ભોગ બની છે. તેની સાથે વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે, લમ્પી વાઇરસનો ભોગ બન્યા બાદ ગાય દૂધ દેતી જ બંધ થઈ ગઈ છે. 20-20 દિવસ સુધી ગાય ઊભી નથી થઇ શકતી. ખાવા-પીવાનું મૂકી દીધું છે. જેને કારણે ગાયોમાં અશક્તિ અને નબળાઈ જોવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.