8 સ્કૂલમાં ચેકિંગ; 30% બેગ હજુ વજનદાર, ટાઈમ ટેબલ સુધારવા શાળાઓને આદેશ - At This Time

8 સ્કૂલમાં ચેકિંગ; 30% બેગ હજુ વજનદાર, ટાઈમ ટેબલ સુધારવા શાળાઓને આદેશ


બહારગામથી આવતા વિદ્યાર્થીઓના બેગ સૌથી વધુ વજનવાળા

કેટલાક ​​​​​​​વિદ્યાર્થીઓ સ્કૂલ અને ક્લાસ બંનેનું એક જ બેગ રાખતા હોવાથી પણ વજન વધી જાય છે

વિદ્યાર્થીઓના સ્કૂલબેગ વજનદાર હોવાના અહેવાલ બાદ શુક્રવારે રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી ખુદ શાળાઓમાં ચેકિંગ કરવા નીકળ્યા હતા. તેમણે શહેરની 8 શાળામાં વિદ્યાર્થીઓના સ્કૂલબેગ ચેક કર્યા હતા. ડીઈઓએ કહ્યું કે, એકંદરે 30% વિદ્યાર્થીઓના સ્કૂલબેગ હજુ પણ વજનદાર હોવાનું ચેકિંગમાં બહાર આવ્યું છે જેના પગલે શાળાઓને ટાઈમ ટેબલ સુધારવા અને વિદ્યાર્થીઓ શક્ય એટલા ઓછા પુસ્તકો સ્કૂલે લઇ આવે જેથી બેગનો વજન ઓછો થાય તે માટેની સૂચનાઓ અપાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.