એક વ્યક્તિનેસામાન્ય એવું નુકસાન થતું હોય અને તેની સામે વિશાળ જન સમુદાયને ફાયદો થતો હોય ત્યારે મનાઈ હુકમ મળી શકે નહિ એડવોકેટ નયન જોશી - At This Time

એક વ્યક્તિનેસામાન્ય એવું નુકસાન થતું હોય અને તેની સામે વિશાળ જન સમુદાયને ફાયદો થતો હોય ત્યારે મનાઈ હુકમ મળી શકે નહિ એડવોકેટ નયન જોશી


એક વ્યક્તિનેસામાન્ય એવું નુકસાન થતું હોય અને તેની સામે વિશાળ જન સમુદાયને ફાયદો થતો હોય ત્યારે મનાઈ હુકમ મળી શકે નહિ એડવોકેટ નયન જોશીવિસાવદર ડિસ્ટ્રીકટ કૉર્ટનો સીમાચિન્હ રૂપ ચુકાદોવિસાવદર ના પી.જી.વી.સી. એલ. કંપનીના સબ ડિવિઝન નંબર (૧)ના વિજલાઈન ખેડૂતની જમીનમાંથી પસાર કરવા કાર્યવાહી કરતા નાના હડમતીયા ગામનાપોપટભાઈભીખાભાઇ પોકિયા તથા જાદવભાઈ ભીમાભાઈ પોકિયા તરફથી તેમના ખેતર માથી વીજ લાઇન પસાર કરવા કે થાંભલા ખોડવા સામે પી.જી.વી. સી.એલ. કંપનીના સબ ડિવિઝન નંબર (૧)ની કચેરીમાં વાંધો લેવામાં આવેલ અને જ્યારે આવો વાંધો ખેડૂત તરફથી લેવામાં આવે ત્યારે પી.જી.વી. સી. એલ.કંપનીના અધિકારીને ઇન્ડિયન ટેલિગ્રાફ એકટની જોગવાઈઓ મુજબ લાઇન પસાર કરવાના અધિકાર રહેતા ન હોય અને જિલ્લા મેજિસ્ટ્રેટ ની કચેરીની મંજુરી વગર
પી.જી.વી. સી.એલ. કંપનીના અધિકારીને લાઇન પસાર કરવાનો અધિકાર નથી તેવી લેખિતમાં રજુઆત કરતા પી.જી.વી. સી. એલ. કંપનીના જુનાગઢ ના મુખ્ય અધિકારી બી.ડી.પરમાર સાહેબની સૂચનાથી પી.જી.વી. સી. એલ. કંપનીનાસબ ડિવિઝન નંબર (૧)ના અધિકારી દ્વારા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર સમક્ષ લાઇન પસાર કરવાનીમંજૂરી માંગવા કેસ દાખલ કરવામાં આવેલ હતો જે કેસમાં પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતના ખેતરના સેઢેથી લાઇન પસાર કરવાની પી.જી. વી.સી. એલ.કંપનીને મંજુરી આપવામાં આવેલ હતી.ત્યારબાદ ખેડૂતો તરફથી પ્રાંત અધિકારીના હુકમને પડકારી ખેડૂતની જમીન માથી વીજ લાઇન પસાર કરવાના હુકમને પડકારી તે હુકમ રદ કરવાની માંગ સાથે વિસાવદરના પ્રાંત અધિકારીને આવો હુકમ કરવાની સતા કાયદાથી ન હોય તેવી તકરાર સાથે અપીલ કરી લાઇન પસાર કરવાના નિણર્ય સામે વળતરનો હુકમ થયેલ ન હોય તેવી તકરાર સાથે મનાઈ હુકમની માગણી કરતી અરજી કરેલ હતી જેમાંપી.જી.વી.સી.એલ. કંપની તરફથી તેમના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી તરફથી વાંધો લઈ ઉચ્ચઅદાલતો ના ચુકાદાઓ રજૂ કરી વચગાળાના તબક્કે આવો હુકમ થઈ શકે નહીં તેમજ એકવ્યક્તિને સામાન્ય એવું નુકસાન થતું હોય અને સામે વિશાળ જનસમુદાયને ફાયદો થતો હોય ત્યારે એક વ્યક્તિનું નુકસાન દયાને લઈ શકાય નહીં અને વાંધો લેનારને વીજ પુરવઠો મળ્યા બાદ ગામમાં અન્ય કોઈ વ્યક્તિને વીજ પુરવઠો ન મળે તેવા હેતુથી અરજી લાવેલ હોય તેમજ કંપનીની કાયદેસરની કાર્યવાહી કરતા અટકાવવા વાંધો લેવામાં આવેલ હોય તે સબધેની રજુઆત કરતા અને નાયબ કલેકટર તરફથી સરકારી વકીલ વિજયભાઈ માઢકની રજુઆત દયાને મનાઈ હુકમની અરજી રદ કરવા રજુઆત કરતા વિસાવદરના અધિક ડિસ્ટ્રીકટ જજ જયેશકુમાર શ્રીમાળી દ્વારા મનાઈ હુકમની અરજી રદ કરવા હુકમ કરેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.