ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં જોડાવવાના અભિયાન અંતર્ગત તાલીમ સત્રનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gizlq72javuuhsmt/" left="-10"]

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં જોડાવવાના અભિયાન અંતર્ગત તાલીમ સત્રનું આયોજન


મહીસાગર આત્મા પ્રોજેક્ટ દ્વારા ખાનપુર તાલુકાના મોકમ સિંહના ભેવાડા ગામે શિવમ પ્રાકૃતિક કૃષિ બાગાયત ફાર્મ ખાતે ગામ દીઠ ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં જોડાવવાના અભિયાન અંતર્ગત તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાસાયણિક ખેતીમાં વપરાતા ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ, જમીન અને મનુષ્યના જીવન પર થતી વિપરીત અસરો અંગે ખેડૂતોને માહિતી આપી હતી તેમજ ખેડૂતોને જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન દર્શાવવામાં આવ્યું હતું અને જીવામૃતથી થતા ફાયદા વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. તાલીમ સત્રમાં પ્રાકૃતિક ખેતી મંડળીના ડિરેક્ટરો પ્રદીપસિંહ પુવાર, શૈલેષભાઈ સહિતના પ્રાકૃતિક ખેતી કરી સફળ પરિણામો મેળવનાર ખેડૂતોએ પ્રાકૃતિક કુષિના પાયાના સિદ્ધાંતોની સમજણ આપી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ પોતાના અનુભવો ખેડૂતોને સમજાવી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપી હતી. સમગ્ર તાલીમનું આયોજન પ્રોજેક્ટ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ વિકાસ અધિકારી જગદીશભાઈ શર્મા, ખાનપુર તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર અને ગામના સોમાભાઈ શંકરભાઈ પટેલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ સત્રમાં એપીએમસી ચેરમેન ભુલાભાઈ પશુપાલન અધિકારી જે એમ પાંડોર, મૈયાપુર સરપંચ દીપકભાઈ પંડ્યા સહિત ગામના તેમજ આસપાસના ખેડૂતો હાજર રહયા હતા
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]