રખિયાલ પોલીસ ઉંગતી રહી અને એલ સી બી ની ટીમે બિલમણા ગામેથી 194 વિદેશી દારૂ ની બોટલ સાથે 33466 રૂપિયા નો મુદ્દામાલ ઝડપ્યો - At This Time

રખિયાલ પોલીસ ઉંગતી રહી અને એલ સી બી ની ટીમે બિલમણા ગામેથી 194 વિદેશી દારૂ ની બોટલ સાથે 33466 રૂપિયા નો મુદ્દામાલ ઝડપ્યો


દહેગામ નાં બિલમણા ગામમાં એલસી બી ટીમ દ્વારા અચાનક રેડ પાડતા વિદેશી દારૂ ની બનાવટ ની 194 બોટલો સાથે રૂપિયા 33466 નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. વધુ માહિતી મુંજબ એલ સી બી ને બાતમી મળી હતી કે દહેગામ નાં બિલમણા ગામમાં રહેતા કિરણજી ઠાકોર ઉર્ફે (ટીનાજી) વિદેશી દારૂ નું વેચાણ કરે છે જેથી એલ સી બી ની ટીમના એ એસ આઇ હરદેવસિંહ દલપતસિંહ વાઘેલા,પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ તથા જયદેવસિંહ બિલમણા ગામમાં ટીનાજી ને ત્યાં રેડ પાડતા અલગ અલગ બ્રાન્ડ ની કુલ 194 વિદેશી દારૂ ની બોટલો સાથે 33466 રકમ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે ત્યારે મહત્વ ની વાત તો એ છે કે દહેગામ તથા રખિયાલ પોલીસ સ્ટેશન ની હદ મા દારૂ ની રેલમસેલ થઇ રહી છે છતાં દહેગામ રખિયાલ પોલીસ માત્ર ને માત્ર પેટ્રોલિંગ કરીને દેખાવો કરતી જોવા મળી રહી છે. દહેગામ તથા રખિયાલ આસપાસ નાં બુટલેગરો મા એલ સી બી ની આ રેડ પાડવાથી ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જ્યારે રખિયાલ પોલીસ ની હદ હોવા છતાં હજુ પણ કેટલાય મોટા બુટલેગરો દારૂ નું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે પરંતુ રખિયાલ પોલીસ ઉંગતી જોવા મળી રહી છે અને છેક એલ સી બી ટીમ દ્વારા રખિયાલ પોલીસ ને ભણક પણ નાં આવવા દેતા રેડ પાડી હતી.હવે પ્રશ્ન એ થાય છે કે શુ રખિયાલ પોલીસ ને આ બુટેલગરનાં અડ્ડા વિશે કોઈ માહિતી નહોતી કે કોઈ સેટિંગ ચાલે છે એતો આગળ સમય જ બતાવશે.

6352006405


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon