જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ-૨૪ ની ઉજવણીનો પ્રારંભ - At This Time

જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ-૨૪ ની ઉજવણીનો પ્રારંભ


જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ-૨૪ ની ઉજવણીનો પ્રારંભ

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગરની સૂચનાથી રાજ્યભરમાં સમગ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં તા. ૨૯ જાન્યુઆરી,૨૪ થી તા. ૦૩ ફેબ્રુઆરી,૨૦૨૪ સુધી શાળા સલામતી સપ્તાહ-૨૪ની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત અમરેલી જિલ્લાની ૪૯ મોટી સરકારી પ્રાથમિક શાળાઓમાં તા. ૨૯ જાન્યુઆરી,૨૪ થી તા. ૦૩ ફેબ્રુઆરી,૨૦૨૪ દરમિયાન શાળા સલામતી અંગે ફાયર ડેમો, ૧૦૮ ઈમરજન્સી દ્વારા ડેમોન્સ્ટ્રેશન સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ,અમરેલી દ્વારા શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમરેલી શહેરમાં આવેલ રોકડીયા પ્રાથમિક શાળા ખાતે પ્રારંભિક ક્રાર્યક્રમ યોજાયો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ,અમરેલીના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ, અમરેલી ફાયર વિભાગ અને શાળાના સ્ટાફ દ્વારા બાળકોને આપત્તિ વિષયક માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યુ હતુ. ઉપરાંત એક્સિડેન્ટલ રેસ્ક્યુ, ફાયરના વિવિધ ઇક્વિપમેનટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેના લાઈવ ડેમોન્સ્ટ્રેશનથી બાળકોને સમજ આપવામાં આવી હતી તેમ ડિઝોસ્ટર મેનેજમેન્ટ સેલ,અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.