દુધઈ ગામે મહિલા સરપંચ દ્વારા વિકાસ નાં કામો અવિરતપણે ચાલુ - At This Time

દુધઈ ગામે મહિલા સરપંચ દ્વારા વિકાસ નાં કામો અવિરતપણે ચાલુ


*દૂધ‌ઈ ગામે વિકાસ નાં કામો અવિરતપણે ચાલુ રાખતાં મહિલા સરપંચ*

મુળી તાલુકાનાં દુધઈ ગામે સરપંચ પદે દલિત મહિલા એવાં ડાહીબેન ઝાલા ચુંટાઈ આવેલ ત્યારથી અવિરતપણે દુધઈ માં વિકાસ નાં કામો ચાલી રહ્યાં છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું કે આખી પંચાયત બોડી મુખ્યત્વે મહિલા સરપંચ અને સભ્યો ની છે જેમા ઉપસરપંચ તરીકે સોનાબેન રબારી સહિત તમામ મહિલાઓ સાથે મળી વિકાસ નાં કામો કરી રહ્યા છે તેમાં પાણી માટે ઘરઘર નલ અંતર્ગત વાસ્મો યોજના હેઠળ અંદાજે ૨૮ લાખ નું કામ કરવામાં આવેલ અને દરેક ઘર સુધી નળ કનેકશન દ્વારા શુધ્ધ નર્મદા નું પાણી નું સુવ્યવસ્થિત આયોજન પૂર્વક વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે દલીત વાસમાં મુખ્ય રસ્તાઓ પર બ્લોક ની કામગીરી પુર્ણ થયેલ છે જ્યારે સતવારા પરા વિસ્તારમાં હાલમાં બ્લોક કામગીરી ચાલી રહી છે જ્યારે દુધઈ પ્રાથમિક શાળામાં બાળકોને શુધ્ધ પાણી માટે આશરે ત્રણ લાખ નાં ખર્ચે આર.ઓ.પ્લાન્ટ પંચાયત દ્વારા શાળાના બાળકો માટે ભેટ આપવામાં આવેલ છે સાથે-સાથે સ્ટ્રીટ લાઈટ સેવા આપી છે હાલ મહિલા ઓ દ્વારા સંચાલિત દુધઈ પંચાયત તાલુકા માં મોખરે વિકાસ નાં કામો ધપાવી રહી છે એક મહિલા સાથે મહિલા ઓ જોડાઈ ને વિકાસ કામો કેવી રીતે કરી શકે તે ઉદાહરણ દુધઈ જોવા મળે છે તેમ સગરામભાઈ રબારી એ જણાવ્યું હતું
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.