વડોદરામાં હિસ્ટ્રીશીટર વિધર્મી યુવકે યુવતીનું ઘરમાંથી અપહરણ કર્યું , હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું. - At This Time

વડોદરામાં હિસ્ટ્રીશીટર વિધર્મી યુવકે યુવતીનું ઘરમાંથી અપહરણ કર્યું , હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું.


વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા વિધર્મી યુવકે યુવતીને ઘરેથી બળજબરીપૂર્વક હોટલમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે . પોલીસે આ મામલે વિધર્મી યુવક અને તેના સાગરીતની ધરપકડ કરી લીધી છે . અલકાપુરીની હોટલમાં દુષ્કર્મ ગુજાર્યું વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી યુવતીનાં પરિવારજનો કામથી બહાર ગયાં હતાં . ત્યારે ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબભાઇ ઘાંચી ( રહે . દાનીશ ફ્લેટ , નવાબવાડા , દુલીરામ પેંડાવાળાની ગલીમાં , રાવપુરા . મૂળ રહે . મરકસ મસ્જિદ પાસે , સૈયદવાડા , નાગરવાડા , કારેલીબાગ ) અને તેનો સાગરીત ફિરોઝ ઉર્ફે ગટ્ટુ શબ્બીર હુસેન વ્હોરા ( રહે . નગારસી મહોલ્લો , નાગરવાડા , કારેલીબાગ ) ટુ - વ્હીલર લઈને આવ્યા હતા અને યુવતીને બળજબરીપૂર્વક ટુ - વ્હીલર પર બેસાડી અલકાપુરીની એક હોટલમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજારી બીજા દિવસે જવા દીધી હતી . યુવતી ઘરે પરત ફરતા પરિવારે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે . લાઈક યુવતી રાત પડી છતાં ઘરે ન આવી ઘટના અંગે વડોદરાના A ડિવિઝનના ACP ધર્મેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે , 30 ડિસેમ્બરની સાંજે સયાજીગંજ રહેતા પરિવારના સભ્યો કામથી બહાર ગયા હતા . જ્યારે પરિવારની દીકરી ઘરે એકલી હતી . જ્યારે પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા તો તેમની પુખ્તવયની દીકરી ઘરે હાજર ન હતી . જેથી તેમણે તેની પડોશીમાં તેમજ સગાં - સંબંધીઓમાં શોધખોળ શરૂ કરી હતી . રાત પડી જવા છતાં દીકરી મળી ન હતી . જેથી તેઓએ બીજા દિવસે પોલીસ સ્ટેશન જઇશું તેમ વિચાર્યું હતું . ફિરોજ રસ્તામાં ઊતરી ગયો 31 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે ઘરેથી ગુમ થયેલ યુવતી પરત આવી હતી . જેથી પરિવાર દ્વારા તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે , 30 ડિસેમ્બરે સાંજે સાડા સાત વાગ્યે ફૈઝલ ઉર્ફે ફૈઝુ ઘાંચી અને ફિરોઝ ઉર્ફે ગટ્ટુ વ્હોરા ટુ વ્હીલર લઇને આવ્યા હતા . તેમણે તેને બળજબરીથી ટુ વ્હીલર પર બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા . દરમિયાન ફિરોઝ ઉર્ફે ગટ્ટુ વ્હોરા ટુ - વ્હીલર પરથી ઊતરી ગયો હતો અને ફૈઝલ ઘાંચી યુવતીને અલકાપુરીની એક હોટલમાં લઇ ગયો હતો . બીજા દિવસે હોટલમાંથી જવા દીધી જ્યાં હોટલમાં ફૈઝલે યુવતી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું . રાત્રે હોટલમાં રાખ્યા બાદ 31 મી ડિસેમ્બરે બપોરે 1 વાગ્યા આસપાસ તેને હોટલમાંથી બહાર જવા દીધી હતી . જેથી યુવતી તેના ઘરે પરત ફરી હતી અને સમગ્ર ઘટના પરિવારને જણાવતા બંને આરોપીઓ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મ આચર્યાનો ગુનો નોંધાયો છે . તેમજ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે ફૈઝલ અને ફરોઝનો ગુનાહિત ઇતિહાસ ACP ધર્મેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ફૈઝલ ઉર્ફે ફૈઝુ ઘાંચી અને ફિરોઝ ઉર્ફે ગટ્ટુ વ્હોરા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે . ફૈજલ ઘાંચી સામે અગાઉ કારેલીબાગ , સીટી પોલીસ સ્ટેશન , જેપી રોડ પોલીસ સ્ટેશન અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં 7 ગુના નોંધાયેલા છે . જેમાં મારામારી , એટ્રોસિટી , દારૂ સહિતના ગુનાઓ સામેલ છે . જ્યારે સાગરીત ફિરોઝ સામે પણ લૂંટનો ગુનો નોંધાયેલો છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.