રાજકોટ મોરબી રોડ નજીક સામાન્ય બાબતે દુકાનદાર પિતા-પુત્ર પર હુમલો, તલવાર-ધોકાથી હત્યાનો પ્રયાસ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા - At This Time

રાજકોટ મોરબી રોડ નજીક સામાન્ય બાબતે દુકાનદાર પિતા-પુત્ર પર હુમલો, તલવાર-ધોકાથી હત્યાનો પ્રયાસ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા


રાજકોટના જૂના મોરબી રોડ પર રહેતા ઇબ્રાહિમ ઉર્ફે ઇભલાનો આતંક પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે પણ જૂના મોરબી રોડ પર ગણેશનગરમાં કરિયાણાની દુકાન ધરાવતા પિતા-પુત્રને ધસી આવેલા ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો તેનો ભાઈ ફિરોજ અને અન્ય બે શખ્સોએ તારી કરિયાણાની દુકાન પાસે ભૈયા ઉભા રહેવા ન જોઈએ કહીં તલવાર અને ધોકાથી જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન પુત્રને તલવારનો ઘા માથામાં ઝીંક્યો હતો. તો પિતાને ધોકા વડે ફટકારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પિતા-પુત્રને તેમની જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.