શાળામાં થશે લાઈવ ચૂંટણી, આચાર્ય મુખ્ય ચૂંટણી કમિશનર, શિક્ષકો ચૂંટણી કમિશનર, વિદ્યાર્થીઓ બનશે ઉમેદવાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g1p2snjvoodgmg6u/" left="-10"]

શાળામાં થશે લાઈવ ચૂંટણી, આચાર્ય મુખ્ય ચૂંટણી કમિશનર, શિક્ષકો ચૂંટણી કમિશનર, વિદ્યાર્થીઓ બનશે ઉમેદવાર


વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા સમજાવવા ખાનગી સ્કૂલમાં લાઈવ ડેમો થશે: આજે વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાવશે

25મી નવેમ્બરે રેલી, 26મીએ પ્રથમ ચરણનું મતદાન થશે, 28મીએ પરિણામ જાહેર કરાશે અને 30મીએ શપથ ગ્રહણ કરાવાશે

વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયાની એ ટુ ઝેડ જાણકારી મળે, તમામ બાબતો જાણે અને સમજે, લોકશાહીના મોટા પર્વથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે શહેરની ક્રિષ્ના સ્કૂલ દ્વારા સ્કૂલમાં જ આખી ચૂંટણી પ્રક્રિયા યોજવાનું આયોજન કરાયું છે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને શપથગ્રહણ સુધીના તમામ કાર્યક્રમો સ્કૂલમાં લાઈવ યોજીને જ વિદ્યાથીઓને સમજાવાશે. સૌથી પહેલા વિદ્યાર્થીઓને ચૂંટણી લડવાની લાયકાત સહિતની બાબતોથી માહિતગાર કરાશે ત્યારબાદ જેવી રીતે કોઈ રાજકીય પક્ષના ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવે તેવી જ રીતે વિદ્યાર્થીઓ ઉમેદવાર બનશે. સ્કૂલના ટ્રસ્ટી રાજ્યપાલ, પ્રિન્સિપાલ મુખ્ય ચૂંટણી કમિશનર, સ્કૂલના શિક્ષકો ચૂંટણી કમિશનર બનશે. અન્ય શિક્ષકો પ્રિસાઈડિંગ ઓફિસર બનશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]