બોટાદ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મહિલા મંદિર આયોજીત 1650 કિલોમીટરની પદ યાત્રા પૂર્ણ કરી પરત આવતા હરિભક્તોનું સ્વાગત કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fxxg9id6etqyvl5z/" left="-10"]

બોટાદ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મહિલા મંદિર આયોજીત 1650 કિલોમીટરની પદ યાત્રા પૂર્ણ કરી પરત આવતા હરિભક્તોનું સ્વાગત કરાયું


બોટાદ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મહિલા મંદિર આયોજીત 1650 કિલોમીટરની પદ યાત્રા પૂર્ણ કરી પરત આવતા હરિભક્તોનું સ્વાગત કરાયું

બોટાદના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મહિલા મંદિર દ્વારા મથુરા,અયોધ્યા,છપૈયાધામની પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા ગત તારીખ 15-02-24 ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું આ પદયાત્રામાં 120 ગૃહસ્થ બહેનો અને 30 જેટલાં સાખીયોગી બહેનો મળી 150 જેટલાં પદયાત્રામાં જોડાયા હતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પદયાત્રા શ્યામ જન્મસ્થળ મથુરા,શ્રી રામચદ્રં જન્મસ્થળ અયોધ્યા,શ્રી ઘનશ્યામ મહારાજ જન્મસ્થળ છપૈયાધામ ની 1650 કિલોમીટર ની પદયાત્રા 52 દિવસ માં પૂર્ણ કરી બોટાદ પરત આવતા ધામ ધુમથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના સંતો દ્વારા પદયાત્રા ગયેલા હરિભક્તોને પ્રસાદીના ફૂલના હાર પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા આ પદયાત્રાનું સમગ્ર સંચાલન શ્રી મુખ્ય મહિલા મંદિરના સા.યોગીના શ્રી જ્યોતિ બહેન અને તેમના મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ

તસ્વીર એલ ડી જોગરાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]