હળવદ શહેરમાં ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે બનતા ગેરકાયદેસર મોલ બાબતે રહીશોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fvypyh4zglrohds6/" left="-10"]

હળવદ શહેરમાં ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે બનતા ગેરકાયદેસર મોલ બાબતે રહીશોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા


શહેરમાં મનફાવે તેમ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે તંત્ર એક્શન લે અને કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ

ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે પ્લોટ નંબર 147 પર ચાર માળનો મોલ કોઈપણ મંજૂરી વિના અને બિનખેતીના હુકમનો ભંગ કરી બાંધકામ કરવામાં આવ્યું હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે

હળવદ શહેરમાં મનફાવે તેમ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે અને તંત્ર દ્વારા ભેદી મૌન સેવી લેતા બાંધકામ કરનારાઓને મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે હળવદ શહેરના વોર્ડ નંબર પાંચમાં ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે પ્લેટ નંબર 147 પર ચાર માળનો મોલ કોઈપણ મંજૂરી વિના અને બિનખેતીના હુકમનો ભંગ કરી બાંધકામ કરવામાં આવ્યું હોવાનો રહીશોએ હળવદ કોર્ટમાં અરજી કરી છે. જેમાં અગાઉ નગરપાલિકામાં લેખિત અને મૌખીક બાંધકામ અટકાવવા રજૂઆત કરી હતી. તો સાથે આ બાંધકામ ગેરકાયદેસર થતું હોવાનું સ્થાનિક લોકોએ આરોપ પણ લગાવ્યો હતો. અને આ બાંધકામ અટકાવવા માટે હવે રહીશો દ્વારા હળવદ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તો સાથે આવી જ રીતે હળવદ શહેરમાં અલગ અલગ જગ્યાએ મોકાની જમીનો પર ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે. ત્યારે તંત્ર દ્વારા કાયદાનો ઉપયોગ કરે તે જરૂરી બન્યું છે. હાલ તો ચંદ્રપાર્ક સોસાયટીના ગેટ પાસે બની રહેલા બાંધકામનો વિરોધ કરી ત્રણ માળ સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]