સુરત પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાસામે લગાવવામાં આવેલ પોક્સો અને આઇટી એક્ટ જેવી કલમો રદ કરવા ભાવનગર જિલ્લા પત્રકાર સંગઠન દ્વારા કલેક્ટર સાહેબને આયોજનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fuhqdisej1r3dnvm/" left="-10"]

સુરત પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાસામે લગાવવામાં આવેલ પોક્સો અને આઇટી એક્ટ જેવી કલમો રદ કરવા ભાવનગર જિલ્લા પત્રકાર સંગઠન દ્વારા કલેક્ટર સાહેબને આયોજનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી


જય ભારત સાથ જણાવવાનું કે ગત તા. 12 જાન્યુઆરી 2024ના રોજ સુરતનો એક વીડિઓ સ્પેશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનામાં એક ઈસમ ધોરણ 6માં અભ્યાસ કરતી એક સગીરાના ગુપ્તાંગ પર હાથ નાખી વિકૃત હરકતો કરતો દેખાતો હતો. ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા અને આ ઘટનાની નોંધ ભાવનગર સ્થાનિક મીડિયામાં પણ લેવાઈ હતી. આટલી ગંભીર બાબતે પણ ભાવનગર પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોધાતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ આ ઘટનામાં વધુ જાણકારી મેળવવા માટે જે પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી તે સીગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ ને ફોન કરી તેમને ઓફિશ્યિલ ક્લેટ લેવા ફોન કર્યો હતો. ફોન પર પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે, ફરિયાદીઓ ફરિયાદ આપવા માંગતા ન હોવાથી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. એ પદી તુષાર બસિયાએ આ મામલે નવજીવન ન્યૂઝમાં સ્ટોરી કરતા સીગણપોર પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવા મજબુર થયા અને કાર્યવાહી કરવામાં આવી હતી.

આ તમામ ઘટનાઓ જોતા એવું લાગી રહ્યા છે કે સત્ય ઉજાગર કરવાને લઈને તુષાર બસિયા સામે રીગણપોર પેલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હકીકતે આટલા ગંભીર મામલામાં 12 દિવસ પછી પણ ફરિયાદ નોધાય તે પોલીસની ધોર બેદરકારી દર્શાવે છે. પણ એક પત્રકારે આ દિશામાં ધ્યાન દોરી પેતાની ફરજ નિભાવી તો તેને જ આરોપી બનાવી દેવાય છે?

રીગણપોર પોલીસે આ મામલે નવજીવન ન્યૂઝમાં સ્ટોરી થયાના કલાકો ની અંદર જ ફરિયાદ નોંધી હતી. પણ તેમાં પેલીસે પેતાની કામગીરી છુપાવવા ચાલાકી થી આરોપી તરીકે પત્રકાર તુષાર બસિયાનું નામ પણ ઘૂસાડી દીધું હતું અને પેક્સો એક્ટ, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ તથા આઈટી એક્ટની વિવિધ કલમે લગાદી શ્રીદી હતી. આશ્ચર્યની વાત એ પણ છે કે, પેલીસે જે FIR 12 દિવસ બાદ - પેંધી છે તેની પાછળનું કારણ જણાવતા તે લખે છે કે, “ફરિયાદી જે તે વખતે ફરિયાદ આપવા માંગતા ન હતા, પરંતુ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી ફરિયાદ આપી છે."

તુષાર બસિયા સામે નોંધાયેલા કેસને મીડિયાને અવાજ દબાવવાના પ્રયત્ન છે. 1948 માં અપનાવવામાં આવેલ માનવ અધિકારોની સાર્વત્રિક દોષણા ની કલમ 19 જણાવે છે કે: દરેકને અભિપ્રાય અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે; આ અધિકારમાં હસ્તક્ષેપ વિના મંતવ્યો રાખવાની અને કોઈપણ માધ્યમો દ્વારા અને સરહદોને ધ્યાનમાં લીધા વિના માહિતી અને વિચારો મેળવવાની પ્રાપ્ત કરવાની અને પ્રદાન કરવાની સ્વતંત્રતાો સમાવેશ થાય છે. ભારતની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં ખેતાના વિચારોનો પ્રચાર કરવાનો અધિકાર, પ્રેસની સ્વતંત્રતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

"મરાઠી કામવાળી બહેનની દીકરી" એવી ઉલ્લેખ થી કોઈપણ વ્યક્તિની ઓળખ છતી થતી નથી. ભાવનગર માં હજારો લાખો મરાઠી પરિવાર રહે છે. હજારોની સંખ્યામાં બહેનો ઘર કામ કરવામાં પણ જાય છે, એમાં આ પ્રકારના ઉલ્લેખથી કોઈ એક્કસ વ્યક્તિનું ઓળખ કઈ રીતે થાય છે તે FIR માં દર્શાવામાં આવેલ નથી. એટલે આ વાત સ્પષ્ટ છે કે ઘટનાના 12 દિવસ સુધી સુરતના રીંગણપોર પોલીસ સ્ટેશન દ્વારા સૂઓ-મોટો ફરિયાદ દાખલ કરવામાં ચુકી ગયેલ હોઈ જે ભૂલ ઢાંકવા માટે રીંગણપોર પોલીસ સ્ટેશન દ્વારા આ કિસ્સામાં પ્રકાશ પાડનાર નીડર અને નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે ખોટી રીતે પેક્સો એક્ટ, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ તથા આઈટી એક્ટની વિવિધ કલમે લગાવી દીધી હતી

આ તમામ હદીકો ધ્યાને લઈને પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ કલમ કરી નિર્દોષ જાહેર કરવા અમે સામાજિક કાર્યકર્તાઓ આપશ્રીને વિનંતી કરીએ દીએ અને પોલીસ અધિકારીની બેદરકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]