પોસ્ટ વિભાગ તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 'અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના'ના પાયલોટ પ્રોજેક્ટનું નડિયાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું - At This Time

પોસ્ટ વિભાગ તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ‘અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના’ના પાયલોટ પ્રોજેક્ટનું નડિયાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું


પોસ્ટ વિભાગ તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 'અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના'ના પાયલોટ પ્રોજેક્ટનું નડિયાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું...

પોસ્ટ વિભાગ તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 'અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના'ના પાયલોટ પ્રોજેક્ટનું નડિયાદ ખાતે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી Bhupendra Patel સાહેબે માનનીય કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી Devusinh Chauhan ની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કર્યું જે પ્રસંગે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા....

સમાજના ગરીબ, વંચિત, છેવાડાના માનવીને સુખમય જીવન પ્રાપ્ત થાય તેની દરકાર સાથે સરકાર પ્રત્યેક યોજનાનો અમલ કરી રહી છે...

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને વીમા યોજનાનો લાભ આપવાની આ પહેલ અભિનંદનીય છે. આ યોજના હેઠળ ઈ શ્રમ કાર્ડ ધારકોને ₹289 ના પ્રીમિયમ પર ₹ 5 લાખ તથા ₹ 499 ના પ્રીમિયમ પર ₹ 10 લાખનું વ્યક્તિગત દુર્ઘટના વીમા કવરેજ પ્રાપ્ત થશે...

આ કાર્યક્રમ ખાતે ધારાસભ્યશય અર્જુનસિંહ, સંજયસિંહ, કલ્પેશભાઈ, રાજેશભાઈ, યોગેન્દ્રસિંહ, અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ, પ્રદેશ મંત્રી જહાનવીબેન, નગરપાલિકા પ્રમુખ રંજનબેન, પોસ્ટ પેમેન્ટ બેંકના CEO અને MD વેંકટરામુજી, મેમ્બર ઓફ બેન્કિંગ ડિપાર્ટમેન્ટ ડી.વી.મહેશ, ગુજરાત પોસ્ટના CDMSG નીરજકુમાર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના PMCG સુચિત્રાબેન, કલેકટર શ્રી કે. એલ. બચાણી, DDO શીવાનીબેન, અધિકારીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


9157370769
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.