સાબરકાંઠા જિલ્લા ખેડબ્રહ્મા પોશીના તાલુકાના સોનગઢ ગામે "પ્રાકૃતિક કૃષિ"ની તાલીમ યોજાઇ... - At This Time

સાબરકાંઠા જિલ્લા ખેડબ્રહ્મા પોશીના તાલુકાના સોનગઢ ગામે “પ્રાકૃતિક કૃષિ”ની તાલીમ યોજાઇ…


સાબરકાંઠા જિલ્લા ખેડબ્રહ્મા પોશીના તાલુકાના સોનગઢ ગામે "પ્રાકૃતિક કૃષિ"ની તાલીમ યોજાઇ....તા.૨૦/૭/૨૦૨૩ ના રોજ આત્મા-પ્રોજેક્ટ પોશીના, જિ.સાબરકાઠા દ્વારા સોનગઢ ગામે કુદરતી સૌન્દર્ય અને વરસાદી વાતાવરણ વચ્ચે મોટી સન્ખ્યામા ઉપસ્થીત ખેડૂત ભાઇ-બહેનોને "પ્રાકૃતિક કૃષિ"ની ઘનિષ્ઠ તાલીમ એફ.એમ.ટી. અમૃતભાઇ તેમજ આત્માના એટીએમ નિધાનનભાઇ તેમજ રેખાબેન દ્વારા આપવામા આવી. જેમા બિજામૃત,જીવામૃત, ઘન-જીવામૃત,આચ્છાદન, મિશ્ર-પાક પધ્ધતી, વાપ્સા, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક વિગેરે બનાવવાની અને તેનો ઉપયોગ કરવાની પધ્ધતીઓ નુ માર્ગદર્શન આપવામા આવ્યુ તેમજ પ્રેક્ટીકલ કરી બતાવવામાં આવ્યુ.આ તાલીમમા તાલુકાના બાગાયત અધિકારી મોહિત આચાર્ય તેમજ તાલુકા અમલીકરણ અધિકારી એ આઇ સુથાર ઉપસ્થીત રહ્યા, તેઓએ બાગાયત અને કૃષિ વિભાગની વિવિધ ખેડૂત-સહાયની યોજનાઓની માહિતી આપી.તાલીમમા વિષેશ રૂપે જિલ્લા ના નાયબ ખેતી નિયામક(તાલીમ)-વ-પ્રોજેક્ટ ડાયરેક્ટ-આત્મા શ્રી વિ કે પટેલે ઉપસ્થીત રહી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉપરોન્ત ખેડૂત તામીમ કેન્દ્ર ની વિવિધ યોજનાઓ, ખેડૂત અકસ્માત વિમા યોજના, પીએમ કિસાન યોજના અને તે અતર્ગત ekyc ની કામગીરી, વિવિધ ખેતી પાકોની પધ્ધતી વિગેરે વિષે મર્ગદર્શન આપ્યુ.

રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.