હળવદના કડીયાણા ગામે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fk9a2oatdhpfabuo/" left="-10"]

હળવદના કડીયાણા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”અને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


સમગ્ર ભારત દેશમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે કડીયાણાગામે આવી પહોંચ્યો હતો. જેનું કડીયાણા પે સેન્ટર શાળા ની બાળાઓ અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી,તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ સરાવડીયા, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, હળવદ તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ વઢરેકિયા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા, હળવદ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ના પતિ મહેશભાઈ કોપેણીયા, કડીયાણા સરપંચ રમેશભાઈ પટેલ, ઉપસરપંચ મુન્નાભાઈ ભરવાડસહિત ગામ આગેવાનો અને શિક્ષક ગણહાજર રહ્યા હતા આ તકે કડીયાણા પે સેન્ટર શાળાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેને નિહાળીને અધિકારી પદાધિકારીઓ તથા ગ્રામજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને રોકડ ઇનામો પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને કડીયાણાશાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા કડીયાણા ગ્રામ પંચાયત દ્વારા સફળ બનાવવા ભારે જહેમતઉઠાવી હતી. અંતમાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો લાઇવ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. સાથે સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો હતો.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]