મકરસંક્રાંતિ તહેવારને લઈ મેંદરડા પોલીસ અને યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા ચાઈનીઝ દોરી તુકકલ ના પ્રતિબંધ સામે લોકોને જાગૃતકરી વેચાણ કરતા વેપારીઓ સામે ફરિયાદ કરવા અનુરોધ કરવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fgbgvxugbmjfcgxk/" left="-10"]

મકરસંક્રાંતિ તહેવારને લઈ મેંદરડા પોલીસ અને યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા ચાઈનીઝ દોરી તુકકલ ના પ્રતિબંધ સામે લોકોને જાગૃતકરી વેચાણ કરતા વેપારીઓ સામે ફરિયાદ કરવા અનુરોધ કરવામાં આવેલ


મકરસંક્રાંતિ તહેવારને લઈ મેંદરડા પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાં માઈક એલાઉન્સ કરી લોકોને જાગૃત કરવામાં આવેલ
ચાલુ માસમાં ચાઈનીઝ દોરી થી લોકોના ગળા કપાવવાથી માંડીને પક્ષીઓ ઘાયલ થવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ
પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુકકલના વેચાણ મુદ્દે હાઇકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કરવામાં આવી હતી ત્યારબાદ ગૃહ વિભાગના આદેશના પગલે તંત્ર એકાએક હરકતમાં આવ્યું હતું અને સૌરાષ્ટ્રમાં પણ પોલીસે છાને ખૂણે ચાઈનીઝ દોરી વેચતા તત્વો પર ધોંસ બોલાવવાનું શરૂ કરેલ હતું
મેંદરડા પોલીસ સ્ટાફ દ્વારા મકરસંક્રાંતિ તહેવારને લઈ ચાઈનીઝ દોરા તેમજ ચાઈનીઝ તુકકલ (ફાનસ) વેચાણ કરનાર વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જેમાં મેદરડા પી.એસ.આઇ કે એમ મોરી તથા પો.કો સુરેશ ભંભાણા, અનીલ જમોડ સેવાકીય સંસ્થા યુદ્ધ એ જ કલ્યાણ ના સભ્યો વિશાલ વેકરીયા પત્રકાર કમલેશ મહેતા સહિતના ગ્રામજનોની ઉપસ્થિતિ રહેલ હતી મકરસંક્રાંતિ તહેવાર ને લઈ ચાઈનીઝ દોરા તેમજ ચાઈનીઝ તુકકલ ના વેચાણ કરનારા વેપારીઓ ઉપર ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોમાં વેપારીઓમાં જાગૃત આવે તે બાબતે મેંદડા પોલીસ સ્ટાફ દ્વારા જાહેરમાં પોલીસવેન સાથે સ્પીકર એલાઉન્સ કરી અલગ અલગ સ્થળોએ બેનર લગાવવામાં આવેલ અને લોકોને જાગૃત કરેલ હતા
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]