ધંધુકા શહેરના 22 ગણેશ મહોત્સવમાં ગણેશજીનું વરસાદના ઝાપટાં વચ્ચે વિસર્જન કરાયું. - At This Time

ધંધુકા શહેરના 22 ગણેશ મહોત્સવમાં ગણેશજીનું વરસાદના ઝાપટાં વચ્ચે વિસર્જન કરાયું.


ધંધુકા શહેરના 22 ગણેશ મહોત્સવમાં ગણેશજીનું વરસાદના ઝાપટાં વચ્ચે વિસર્જન કરાયું.
સખત પોલીસ કવચ સાથે શોભાયાત્રા દબદબા ભેર નીકળી.
ધંધુકા શહેરમાં સોસાયટીઓ ફળિયાઓ સહિત 22 કરતાં વધુ સ્થળોએ ગણેશ મહોત્સવનું આયોજન દબદભેર કરવામાં આવ્યું હતું. શહેરના તમામ મહોત્સવ ના ગણપતિજીનું વાસ્તે ગાજતે સખત પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.
સતત દસ દિવસ સુધી દુંદાળા દેવ ગણપતિ મહોત્સવ ધંધુકા શહેરમાં 22 કરતાં વધુ સ્થળોએ યોજવામાં આવ્યો હતો જેમાં પાંડવકાલીન ગણપતિ મંદિર ટાવર ચોક, લીમડી ફળી, નંબર એક અને બે, મોઢવાડા ,નવાપરા, માળીવાડા, અંબાપુરા ,રિદ્ધિ સિદ્ધિ ફ્લેટ કોલોની, કડિયાફળી, મીરાવાડી, ચમારવાસ, મીરાવાડી વાલ્મિકી વાસ, સથવારા સોસાયટી, સૂર્યલોક સોસાયટી, તેમજ પ્લોટ વિસ્તાર અને ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવ પ્રસંગે લાઈટ ડેકોરેશન આકર્ષિત કરવામાં આવ્યું હતું. રાત્રે ગરબાની રમઝટથી દુંદાળા દેવ ગણપતિની આરાધના કરવામાં આવી હતી.
વરસાદના ઝાપટાં વચ્ચે શોભાયાત્રા ઓ નીકળે હતી અને વિસર્જન કરવામાં આવ્યું હતું. વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
સતત દસ દિવસ સુધી યોજાયેલા તમામ ગણેશ ઉત્સવ પ્રસંગે સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા તમામ ગણેશ ઉત્સવ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બપોર પછી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીના વિસર્જન માટે શોભાયાત્રા નીકળી હતી જેમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા બેન્ડવાજા અને ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રામાં શહેરના તમામ માર્ગો ઉપર પોલીસ ખડે પગે રખાઈ હતી બંદોબસ્તમાં ધંધુકા પી આઇ ઉપરાંત પી એસ આઇ પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ અને ગ્રામ રક્ષક હોમગાર્ડ જોડાયા હતા ધંધુકામાં ગણેશ મહોત્સવ ના આયોજકો અને સખત પોલીસ બંદોબસની કુનેહ થી કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી વરસાદના ઝાપટાં વચ્ચે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.