સામા કાંઠે સોની વેપારીને 'તારી ચાંદી ભુલી જજે' કહી અન્ય વેપારીએ રૂ.19.95 લાખની ઠગાઇ કરી - At This Time

સામા કાંઠે સોની વેપારીને ‘તારી ચાંદી ભુલી જજે’ કહી અન્ય વેપારીએ રૂ.19.95 લાખની ઠગાઇ કરી


રાજકોટમાં સામા કાંઠે સંત કબીર રોડ પર ગઢીયાનગરમાં રહેતાં ચાંદીના ધંધાર્થી પટેલ યુવાનને વિશ્વાસ મુકી ઉધાર પેટે આપેલી રૂ. 19,95,000ની 29 કિલો ચાંદી પુષ્કરધામ રોડ પર રહેતાં ચાંદીના ધંધાર્થી પટેલ શખ્સે ઓળવી જઇ ઠગાઇ કરતાં અને માથે જતાં થાયએ કરી લેજે, તારી ચાંદી ભુલી જજે તેમ કહી ગાળો દેતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સંત કબીર રોડ પર ગઢીયાનગર-1માં રહેતાં સ્મીત રમેશભાઇ રૈયાણી (ઉ.વ.25)ની ફરિયાદ પરથી યુનિવર્સિટી રોડ પુષ્કરધામ ઓમ એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતાં પ્રવિણ રવજીભાઇ અકબરી વિરૂધ્ધ આઇપીસી 406, 420, 504 મુજબ રૂ.15,95,000ની 29 કિલો ચાંદી ઓળવી જઇ ઠગાઇ કર્યાનો અને માથે જતાં ભુંડી ગાળો દીધાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.