નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા સંપન્ન થયું હતું - At This Time

નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા સંપન્ન થયું હતું


નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત સરકારનાં મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા સંપન્ન થયું હતું...

નડિયાદ વિધાનસભાના ઉત્તરસંડા ગામે ઉત્તરસંડા ગ્રામ પંચાયત દ્વારા ₹ 3 કરોડ 60 લાખના કામો જેમાં ₹ 2 કરોડ 97 લાખના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ડામર ના રોડ અને ₹ 63 લાખના ધારાસભ્યશ્રી તથા સભ્યોની ગ્રાન્ટ માંથી સી.સી.રસ્તા, એલ.ઈ.ડી.સ્ટ્રીટ લાઈટ, ગટરના કામ, સી.સી.ટીવી, જેવા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત સરકારનાં મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા સંપન્ન થયું હતું...

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રી દિનેશભાઈ, સરપંચ શ્રી ઈશિતભાઇ, ડે.સરપંચ શ્રી નયનભાઈ, તાલુકા પંચાયત સભ્ય શ્રી વિનોદભાઈ, પૂ.તાલુકા પંચાયત સભ્ય પ્રિતેશભાઈ ભગત, પંચાયતના સભ્યો, અગ્રણીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.