ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને લઈ વંથલી કોંગ્રેસે આક્રમક રજૂઆત કરી : વંથલી મામલતદારને અપાયું આવેદનપત્ર... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/exsj4mhqpcxddv1t/" left="-10"]

ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને લઈ વંથલી કોંગ્રેસે આક્રમક રજૂઆત કરી : વંથલી મામલતદારને અપાયું આવેદનપત્ર…


ગુજરાતમાં પેપર ફૂટવાની અનેક ઘટનાઓ ભૂતકાળના સમયમાં સામે આવી હતી તો તાજેતરમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પણ વડોદરા ખાતેથી ફૂટ્યું હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર મામલે ગુજરાત એટીએસ સહિતની એજન્સીઓએ તપાસના ધમધમાટ શરૂ કરી દેશના અલગ અલગ રાજ્યમાંથી અનેક આરોપીઓની ધરપકડ કરી હતી,ગુજરાતમાં પેપર લીક કાંડ બાદ રાજ્યનું રાજકારણ પણ ગરમાયું હતું, ખાસ કરીને અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓને લઈ વિપક્ષ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ રાજ્ય સરકાર પર આંકરા પ્રહાર કરી સરકારને ઘેરી રહ્યા છે ત્યારે વંથલી શહેર કોંગ્રેસ દ્વારા પણ રાજ્ય સરકારની પેપર લીંક કાંડમાં નિષ્ફળતાઓ અને અવારનવાર રાજ્યમાં પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જતી હોવાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે સત્વરે રાજીનામું આપી દેવા ની માંગ સાથે વંથલી મામલતદાર શ્રી ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું

આજે વંથલી મામલતદાર કચેરી ખાતે વંથલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈરફાન શાહની આગેવાની હેઠળ નગરપાલિકા પ્રમુખ શીરાજ વાજા, અંજુમ નાગોરી, રિપેસ બારીયા, મયુર ટીલવા, નાસીર બુખારી, હેમંત વાળવી, ઇમરાન ઘડીયાલી સહિતના કોંગી કાર્યકરોએ મામલતદાર શ્રી જાડેજા ને આવેદનપત્ર સુપ્રત કરી આક્રમક રજૂઆતો કરી હતી...

રિપોર્ટર...
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]