ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ જીતુ વાઘાણીએ જાહેર કરી દીધા CM - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/even-before-the-gujarat-assembly-elections-jitu-waghan-announced-cm/" left="-10"]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ જીતુ વાઘાણીએ જાહેર કરી દીધા CM


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થતો જાય છે. ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા વધુ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં હજુ વિધાન સભાની ચૂંટણી યોજાઈ પણ નથી તે પહેલા જીતુ વાઘાણીએ ગુજરાતના 2023ના મુખ્યમંત્રી જાહેર કરી દીધા છે.

ગુજરાતમાં ભાજપના વિવાદિત નિવેદનનો સિલસિલો થોભવાનું નામ જ નથી લેતો એમ ફરી એકવખત ગુજરાતના શિક્ષણમંત્રીએ મુખ્યમંત્રીનું નામ જાહેર કરતા વિવાદ સર્જાયો છે. અમદાવાદની એલડી એન્જીનનિયરિંગ કોલેજના 75 વર્ષની ઉજવણી ગુજરાત યુનિવર્સીટી કન્વેશન હોલમાં કરવામાં આવી હતી. LD કોલેજના 75માં સ્થાપના દિવસે CM ભુપેન્દ્ર પટેલ દ્વારા 2 નવી બ્રાન્ચ ફાળવવાની જાહેરાત કરી હતી. આ ઉજવણી પ્રસંગે  કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા 75 કરોડની રકમ કોલેજના વિકાસ માટે એકત્રિત કરવાનું નકકીત કર્યું હતું.

કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા દ્વારા મતદારોનું અપમાન ગણાવ્યું છે અને કહ્યું કે મતદાતા નક્કી કરે છે કોણ બનશે મુખ્યમંત્રી.
જીતુ વાઘાણીના નિવેદનથી આપ નેતા ઈસુદાન ગઢવીએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જીતુ વાઘાણીએ ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે વધુમાં ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યા કે જો ભાજપની સરકાર આવશે તો ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]