આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સબસેન્ટર-૩ વિસ્તાર ની શ્રી કન્યા પ્રા. શાળા ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/euektyept0pg8bq4/" left="-10"]

આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સબસેન્ટર-૩ વિસ્તાર ની શ્રી કન્યા પ્રા. શાળા ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી અધોઇ ના મેડિકલ ઓફિસર ડૉ. રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ આધોઈ - ત્રણ સબ સેન્ટર ના વિસ્તારની શ્રી કન્યા પ્રાથમિક શાળા મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સી.એમ.ટી.સી. ના ન્યુટ્રીશન આસિસ્ટન્ટ રક્ષાબેન મજેઠીયા, એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી એચ ઓ. કાજલબેન નીલકંઠ એ. એન. એમ. કોમલ બેન , તેમજ શાળાના આચારયશ્રી સુરેશ પટેલ તેમજ તમામ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી.આયર્ન (ફેરસ ફ્યુમરેટ, ફેરસ ગ્લુકોનેટ, ફેરસ સલ્ફેટ) નો ઉપયોગ એનિમિયા (લાલ રક્ત કોશિકાઓની સામાન્ય સંખ્યા કરતા ઓછી) ની સારવાર અથવા અટકાવવા માટે થાય છે જ્યારે ખોરાકમાંથી આયર્નની માત્રા પૂરતી ન હોય. આયર્ન એ એક ખનિજ છે જે આહાર પૂરક તરીકે ઉપલબ્ધ છે.... અને ગોળી નું વિતરણ કરવામાં આવ્યું હતું અને લીલા પાંદડા વાળા શાકભાજી તેમજ સીઝન મુજબના ફળો ખાવા અંગે સમજણ આપવામાં આવી તેમજ વર્ષમાં બે વખત કૃમિનાશક ગોળી લેવાથી થતા ફાયદા વિશે માહિતી આપી સાથે સાથે બહારના જંક ફૂડ નખાવા અંગે સમજાવેલ. તેમજ સીએમટીસી સેન્ટર ખાતે આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓમાં સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમજ દરેક સ્પર્ધા સ્પર્ધકને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ તેમજ શાળા ના સ્ટાફ ગણ અને સબ સેન્ટર ના તમામ સ્ટાફ એ સહયોગ આપ્યો હતો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]