શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે સ્વામિ વિવેકાનંદ જયંતિ નિમિત્તે મનોરંજક સ્પર્ધાઓ યોજવામાં આવી - At This Time

શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે સ્વામિ વિવેકાનંદ જયંતિ નિમિત્તે મનોરંજક સ્પર્ધાઓ યોજવામાં આવી


દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈ સ્કુલ માં આજરોજ તારીખ ૧૨/જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સ્વામિ વિવેકાનંદ જયંતિ નિમિત્તે  રસ્સા ખેંચ, લીંબુ ચમચી અને સંગીત ખુરશી જેવી મનોરંજક સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી..આ સ્પર્ધાઓ માં કોચ  તરીકે શાળા ના વ્યાયામ શિક્ષક શ્રી શૈલેષ ભાઈ મહેતા અને રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી દ્રારા વિદ્યાર્થીઓ ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું..શાળા માં વિવેકાનંદ ટ્રસ્ટ તરફથી  વિજય ચૌહાણ અને રાહુલભાઇ ભાસ્કર હાજર રહ્યા હતાં.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા ના આચાર્ય શ્રી પાર્થેશ ભાઈ ત્રિવેદી અને સમગ્ર શાળા સ્ટાફ પરિવાર દ્વારા અદભુત આયોજન કરવામાં આવેલ હતું..

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.