વટવા તાલુકાનાં મામલતદાર કચેરી દ્વારા સંચાલિત વટવા ચાવડી પંચાયત માં છેલ્લા ત્રણ દિવસથી BSNL નું વાઈફાઈ નેટવર્ક બંધ થતાં અરજદારો હેરાન પરેશાન. - At This Time

વટવા તાલુકાનાં મામલતદાર કચેરી દ્વારા સંચાલિત વટવા ચાવડી પંચાયત માં છેલ્લા ત્રણ દિવસથી BSNL નું વાઈફાઈ નેટવર્ક બંધ થતાં અરજદારો હેરાન પરેશાન.


(૧)અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા વટવા તાલુકાનાં મામલતદાર કચેરી દ્વારા સંચાલિત વટવા ચાવડી પંચાયત માં છેલ્લા ત્રણ દિવસથી BSNL નું વાઈફાઈ નેટવર્ક બંધ થતાં અરજદારો આવક દાખલો કરાવવા માટે ધક્કા ખાઈ પરત આવે છે. તેમજ પીપળજ માં છેલ્લા પંદર દિવસથી આ જ પ્રમાણે નેટવર્ક ખોરવાતા આવક દાખલા માટેની કામગીરી બિલકુલ બંધ થઈ ગયેલ છે .જે સામે ગુજરાતનાં મહેસૂલ ખાતાના તમામ સ્ટાફ મામલતદાર શ્રી તલાટી, સર્કલ ઓફિસર ઓપરેટર નિ:સહાય બની ગયા છે.જેની અશર ગંભીર બીમારીથી પીડાતા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવક દાખલો મેળવવા માટે દર્દીના સગા મુશ્કેલીમાં મુકાયા છે. દર્દીઓને આ કારણસર હોસ્પિટલમાથી આર્થિક મુશ્કેલીના કારણે રજા લઈ જોખમ ઉઠાવી ઘરે પાછા આવવું પડે છે.જેમાં ગંભીર બીમારી ઓપરેશન કરવું પડે તેમ હોવા છતાય દર્દીઓ પૈસાની મુશ્કેલીના કારણે આવક દાખલો ના નીકળતા આ દાખલો કઢાવવા તેમના સગા ધક્કા ખાતા હોય છે. સરકારે BSNL નેટવર્ક વારંવાર ખોરવાતું હોય દરેક કચેરીમાં બીજી એક કંપનીનું નેટવર્ક ઊભું કરવા વ્યવસ્થા કરવા માનનીય ભારત દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી ને સફળ કરવા વ્યવસ્થા કરવી જોઈએ હાલ તો આ યોજના પર સરકાર દ્વારા ટેકનિકલ ખામી ઊભી કરી પાણી ફેરવી નાખવામાં આવેલ છે,તેવું દર્દીના સગામાં ચર્ચાઇ રહ્યું છે.

રિપોર્ટ બાય: સૌરાંગ ઠક્કર, અમદાવાદ
જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.