આટકોટ પો.સ્ટે. વિસ્તારના જંગવડ ગામેથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી આટકોટ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/etqidq7zod9gchfu/" left="-10"]

આટકોટ પો.સ્ટે. વિસ્તારના જંગવડ ગામેથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી આટકોટ પોલીસ


આટકોટ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય, રાજકોટ પ્રેસ નોટ તા.૨૬/૦૭/૨૦૨૨

આટકોટ પો.સ્ટે. વિસ્તારના જંગવડ ગામેથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડતી આટકોટ પોલીસ

મહે. પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો પર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હોય તેમજ શ્રી પી.એ.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ - ગોંડલ તથા શ્રી કે. જે. રાણા સાહેબ સકૅલ પોલીસ ઇન્સ. જસદણ સકૅલ નાઓના માગૅદશૅન હેઠળ શ્રી કે.પી. મેતા પોલીસ સબ ઇન્સ. આટકોટ પોલીસ સ્ટેશન તથા આટકોટ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો આટકોટ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ. નિલેશભાઇ ચાવડા તથા પો.કોન્સ. જયરાજભાઇ સોનારા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, જંગવડ ગામથી ગુંદાળા ગામ તરફ જતા સીમ રસ્તે લક્ષમણભાઇ કેંદરસિંહ ડાવર ના કબજામાં ગેરકાયદેસર હથિયાર હોવાની સચોટ હકીકત આધારે રેઇડ કરી આરોપી પાસેથી ગે.કા. હથિયાર પકડી પાડી કાયદેસરની કાયૅવાહી કરતી આટકોટ પોલીસ

પકડાયેલ આરોપી :

લક્ષમણભાઇ મેંદરસિંહ ડાવર જાતે ભીલ (આદીવાસી) ઉ.વ.-૨૭ ધંધો-ખેત મજુરી રહે. હાલ-જંગવડ ગામની હડીયા સીમ, અમરશીભાઇ બાલુભાઇ નારોલાની વાડીએ તા.-જસદણ જી.-રાજકોટ મુળ ગામ-પાનગોલા, અમરખોદરા ફળીયું,પોસ્ટ-ટેકરા, તા.-જોબટ જી.-અલીરાજપુર પોલીસ સ્ટેશન ઉદયગઢ રાજ્ય-મધ્યપ્રદેશ

કબ્જે કરેલ મુદામાલ

(૧) દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ કિ.રૂ.-૧૦,૦૦૦/

(૨) પલ્સર મો.સા. રજી. નં.-MP 45 MM 0763 કિ.રૂ.-૧૫,૦૦૦/ (૩) રેડમી કંપનીનો મોબાઇલ ફોન નંગ ૦૧ કિ.રૂ.-૧,૫૦૦/-|

કામગીરી કરનાર ટીમ:

(૧) પો. સબ ઇન્સ. કે.પી. મેતા (૨) એ.એસ.આઇ વિજયભાઇ ચાવડા (૩) પો. હેડ કોન્સ. નિલેશભાઇ ચાવડા (૪) પો. હેડ કોન્સ. દશરથભાઇ કાકડીયા (૫) પો.કોન્સ. જયરાજભાઇ સોનારા (૬) પો.કોન્સ. દિનેશભાઈ બાવળીયા (૭) પો.કોન્સ. સંજયભાઇ પરમાર (૮) પો.કોન્સ. સુરેશકુમાર ઝાપડીયા.

રિપોર્ટ સોયબ ઘાનાણી 9726236006


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]